આફત અવસરમાં ફેરવાઈ:કેદારનાથમાં ટ્રાફિકજામ થતાં ગુજરાતી યાત્રાળુઓએ ગરબાની રમઝટ બોલાવી, ઉત્તરાખંડના મેઘતાંડવમાં હજારથી વધુ ગુજરાતીઓ ફસાયા

એક મહિનો પહેલા
  • રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ ગંગોત્રી જતા જ રસ્તામાં ફસાઈ ગયું છે

રાજકોટ/અમદાવાદ: ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઈ ગયા છે. હાલમાં ત્યાંની સરકાર દ્વારા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યા બાદ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત ઉત્તરાખંડના સીએમના પુષ્કર ધામીના સંપર્કમાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરાખંડના 1 હજારથી વધુ ગુજરાતી યાત્રાળુઓ ફસાયેલા છે. જોકે તમામ યાત્રાળુ સલામત છે. સરકારે અટવાયેલા લોકો માટે એક હેલ્પલાઈન શરૂ કરી છે. 079 23251900 નંબર પર ગુજરાતીઓ યાત્રાળુઓની વિગત મેળવી શકાશે. ગૌરીકુંજથી 5 કિમી પહેલાં ફાંટા પાસે રસ્તા પર જ ખાનગી વાહનોમાં ગયેલા ગુજરાતી યાત્રીઓ અટવાયા છે.

આ પણ વાંચોઃ 8 મહિના પહેલા થયેલા ઉત્તરાખંડના જળપ્રલયની તબાહીનો વીડિયો રાજકોટના પ્રવાસીએ દિવ્ય ભાસ્કર સાથે શેર કર્યો હતો

ગુજરાત સરકારના ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન સહિતના નેતાઓ સતત સંપર્કમાં
ઉત્તરાખંડ સરકારે ફસાયેલ યાત્રાળુઓ માટે હેલ્પલાઇન શરૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ સહિત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ સતત ત્યાં નાયબ મુખ્યમંત્રી અધિકારીઓ સાથે સંપર્ક કરી ફસાયેલા તમામ ગુજરાતી ભાઇ-બહેનોને સુરક્ષિત સ્થાને પહોંચડાવા અને જે યાત્રિકો જયા ફસાયા છે ત્યા તેમનો સંપર્ક કરવા સતત પ્રયત્નશીલ છે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફસાયેલા ગુજરાતીઓની સહાય માટે ઉત્તરાખંડના CM સાથે ટેલિફોનિક વાત કરી, અમે સતત પ્રશાસનના સંપર્કમાં: પાટીલ

આફત વચ્ચે ગુજરાતીઓની ગરબાની રમઝટ
ઉત્તરાખંડમાં વરસાદને કારણે પ્રવાસીઓ ફસાયેલા છે, ત્યારે પરિસ્થિતિ ગમે તે હોય, ચિંતામુક્ત થઈ આફતને અવસરમાં પલટાવવાનું ભૂલતા નથી. ગુજરાતના તાપીના નીરજના પ્રવાસીઓ, જેઓ હાલ ભારે વરસાદને કારણે રસ્તા પર અટવાયેલા છે લાંબો ટ્રાફિકજામ હોવાને કારણે પ્રવાસીઓએ ગાડીમાંથી ઊતરી ગરબે ઘૂમવા લાગ્યા. નાના બ્લૂ ટૂથ સ્પીકરની મદદથી યાત્રિકોને પાંચ કિલોમીટર લાંબા ટ્રાફિકમાં રસ્તા પર ગરબા રમતા જોવા મળ્યા.. ગંગોત્રીથી નેતાલા રોડ પર 5 કિમીથી વધુ લાંબો ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રવાસીઓ ગાડીમાં કંટાળી ગરબે ઘૂમવા લાગ્યા

લાંબો ટ્રાફિકજામ હોવાને કારણે પ્રવાસીઓએ ગાડીમાંથી ઊતરી ગરબે ઘૂમવા લાગ્યા હતા.
લાંબો ટ્રાફિકજામ હોવાને કારણે પ્રવાસીઓએ ગાડીમાંથી ઊતરી ગરબે ઘૂમવા લાગ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય એ માટે મુખ્યમંત્રીની સૂચનાને પગલે ગુજરાત સરકારના ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. 079 23251900 નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોનાં સગાં-સંબંધીઓ, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે.

હજુ ત્રણ દિવસ વરસાદની આગાહીને કારણે આગળ વધવું મુશ્કેલ.
હજુ ત્રણ દિવસ વરસાદની આગાહીને કારણે આગળ વધવું મુશ્કેલ.

અમદાવાદનો એક પરિવાર નેતાલામાં ફસાયો
અમદાવાદના મણિનગરનો એક પરિવાર નેતાલામાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટૂંકાવાનો વખત આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે 3000થી વધુ ગાડીઓ અટકાવી દેવામાં આવી છે. જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ ગંગોત્રી જતા જ રસ્તામાં ફસાઇ ગયું છે. ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈએ કહ્યું હતું કે અમે ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર આવેલા નેતાલામાં ફસાઈ ગયા છીએ. અમારી એક જ યાત્રા થઈ છે.

રાજકોટમાં 30 જેટલા યાત્રાળુ કેદારનાથમાં ફસાયા છે.
રાજકોટમાં 30 જેટલા યાત્રાળુ કેદારનાથમાં ફસાયા છે.

રાજકોટના 30 યાત્રાળુ ફેદારનાથમાં ફસાયા
રાજકોટના ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને પ્રોફેસર સહિતના 30 જેટલા યાત્રાળુ કેદારનાથમાં ફસાયા છે. યાત્રાળુઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે અહીં ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે, સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે. રાજકોટની ખ્યાતનામ રાજુ એન્જિનિયરિંગના ચેરમેન રાજુભાઇ દોશી અને તેમનાં પત્ની પણ ફસાયાં છે. રાજકોટ ક્લેક્ટર અરુણ મહેશબાબુએ યાત્રીઓ સાથે સંપર્ક કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...