ડોક્ટર્સ ડે / અમદાવાદના ઓર્થોપેડિક સર્જન સાથે 1 હજાર ડોક્ટર કોરોનાના સમયમાં ફ્રી સારવાર માટે તૈયાર થઈ ગયા

1 thousand doctors got ready for free treatment  With orthopedic surgeon of Ahmedabad in Corona era
X
1 thousand doctors got ready for free treatment  With orthopedic surgeon of Ahmedabad in Corona era

  • ડોક્ટરે કોરોનાનાં સમયમાં લોકોના ટેસ્ટ, ડોક્ટરોની અને લોકોની સમસ્યા માટે શરૂ કરેલી ઝૂંબેશમાં 1000 ડોક્ટર જોડાયા

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 10:45 AM IST

અમદાવાદ. કોરોનાનાં સમયમાં જ્યારે મોટી મોટી હોસ્પિટલમાં લાખોનું બિલ આવતું હતું ત્યારે અમરાઇવાડી વિસ્તારમાં ઓર્થોપેડિક સર્જન ડો. કનુ પટેલે લોકોની મદદ કરવા માટે ઝૂંબેશ શરૂ કરી હતી. આજે તેમની સાથે 1000 ડોક્ટરનું ગ્રૂપ છે જે લોકોની વિના મૂલ્યે સારવાર કરવા તૈયાર છે.

નાયબ મુખ્યમંત્રીને કોરોનાના ટેસ્ટને લઈને રજૂઆત કરી હતી
ડો. કનુ પટેલ પોતે કોરોનાનાં સમયમાં પણ પોતાની હોસ્પિટલમાં સતત લોકોની સારવાર કરતા રહ્યા છે. તેઓ ઓર્થોપેડિક સર્જન છે અને કોરોનાનાં ટેસ્ટ ન થવા માટે તેઓ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુધી રજૂઆત કરી હતી.

લોકોની સેવા માટે અમે તત્પર
ડો. કનુ પટેલે DivyaBhaskarને જણાવ્યું હતું કે, મેં કોરોનાનાં સમયમાં લોકોની સાથે ડોક્ટરોને પડતી મુશ્કેલી, કોરોનાનાં ટેસ્ટ અને અન્ય તકલીફો માટે પણ કામ કરવાની શરૂઆત કરી હતી. અને તે સમયે મેં લોકોની વિના મૂલ્યે સેવા કરવા માટે અન્ય ડોક્ટરોને સમજાવ્યા હતા અને. ધીમે ધીમે 1000 ડોક્ટર મારી આ ઝૂંબેશમાં તૈયાર થઈ ગયા હતા. હજી પણ લોકોની સેવા માટે અમે કાર્યરત છીએ અને લોકોની સારવાર કરતા ડોક્ટરો માટે પણ અમે ઝૂંબેશ ચલાવીએ છીએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી