તોલમાપ વિભાગની કાર્યવાહી:વર્ષમાં 4 હજાર કેસ કરી રૂ.1.27 કરોડ દંડ વસૂલ્યો; પેટ્રોલ પંપ પર ગ્રાહકો સાથે છેતરપિંડીના 43 કેસ નોંધાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ 2569 કેસ શાકભાજીના ફેરિયા સામે નોંધવામાં આવ્યા

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પંપ પર 8184 પરીક્ષણ કરી 43 કેસ કરવામાં આવ્યા છે. તોલમાપ વિભાગે વર્ષ દરમિયાન 1,57,453 સ્થળોએ ચકાસણી કરીને 8405 કેસ કરીને 1.27 કરોડ વસૂલ્યા છે. આ સાથે કાનુની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા દ્વારા આગામી વર્ષમાં ગાંધીનગર, પાટણ, આણંદ, નવસારી, પોરબંદર, અરવલ્લી, તાપી અને મોરબી જિલ્લામાં નવી કચેરીઓ ખોલવામાં આવશે. અમદાવાદના નાના-મોટા વેપારીઓના સરકાર તરફથી ઇન્સ્પેકટરોને પોર્ટલ પર કામ કરવા ટેબલેટ આપવામાં આવ્યા છતાં સ્થળ નિરીક્ષણનો આગ્રહ રખાય છે.

તોલમાપ વિભાગ સમક્ષ ઓનલાઇન ફરિયાદ કરવામાં આવતી હોવા છતાં તેનો ઝડપથી નિકાલ કરવામાં આવતો નથી. પેટ્રોલ-ડીઝલ પંપ ફરિયાદ બૂકમાં ગ્રાહકોની ફરિયાદ નહીં નોંધાતી હોવાની રજૂઆતને ધ્યાને લીધા વગર માત્ર સ્થળ પરીક્ષણ કરવામાં આવે છે.

કોની સામે કેટલા કેસ કરાયા

એકમનિરીક્ષણકેસ
પેટ્રોલ-ડીઝલ પંપ8,18443
સિવિલ સ્પલાઇસ ગોડાઉન1,1513
ફેર પ્રાઇઝ શોપ4,56926
ગેસ ડિલર-ગોડાઉન1,85924
માર્કેટ યાર્ડ6,36582
વે-બ્રિજ6,90391
ગોલ્ડ સિલ્વર સ્મિથ12,174140
મેન્યુફેક્ચરિંગ-પેકર્સ2,798138
કેરોસીન ફેરિયા6030
શાકભાજી ફેરિયા31,1992,569
મીઠાઈની દુકાન14,219674
દૂધ પાઉચ8,653291
આયાતી પેકેજ7,3100
અન્ય51,4664,324

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...