કોવિડ મૃતક સહાય:એક દિવસમાં 1 હજાર અરજી આવી, અત્યાર સુધી 2800 લોકોએ ફોર્મ જમા કરાવ્યા

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને 50 હજારની સહાય માટે મંગળવારે 1 હજાર અરજી આવી હતી. જ્યારે અત્યાર સુધી 2800 લોકો સહાય માટેના ફોર્મ જમા કરાવી ચૂક્યા છે.

શહેરમાં કોરોનાકાળ દરમિયાન મ્યુનિ. ચોપડે 3357 લોકોના મૃત્યુ નોંધવામાં આવ્યા હતા. જો કે, બિનસત્તાવાર રીતે કોરોનાથી મૃત્યુ પામેલાનો આંકડો ઘણો ઊંચો છે. મ્યુનિ.એ સંખ્યાબંધ લોકોના મૃત્યુ પછી ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના દર્શાવવાનું ટાળ્યું હતું. શહેરમાં કોરોનાના મૃતકોને સુપ્રીમ કોર્ટના આદેશથી સહાય ચુકવવાની થતાં મ્યુનિ.એ કોરોનાના મૃતકોની વિગતો સાથેનું ફોર્મ તૈયાર કરી એક સ્ક્રૂટિની કમિટી બનાવવામાં આવી છે.

અત્યાર સુધીમાં 2800 લોકોએ 50 હજારની સહાય મેળવવા માટેના ફોર્મ જમા કરાવ્યા છે. મૃત્યુ સહાય માટેના ફોર્મ શહેરના તમામ સિવિક સેન્ટર પરથી આપવામાં આવે છે. સહાય મેળવવા માટે ફોર્મ ભરનારે મૃત્યુનુ કારણ દર્શાવવાનું રહે છે. શહેરમાં કોરોનાથી સત્તાવાર રીતે 3357ના મોત થયા હતા પણ ફોર્મનું વિતરણ મોટી સંખ્યામાં થયું છે.

અન્ય સમાચારો પણ છે...