તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃત્યુઆંક વધ્યો:પીરાણા કેમિકલ ફેક્ટરી વિસ્ફોટમાં વધુ 1નું મોત, મૃત્યુઆંક વધીને 13 થયો

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 10 દિવસ પહેલાની ઘટનામાં 22 વર્ષનો યુવક ઘાયલ થયો હતો

પીરાણા પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કેમિકલ પ્રોસેસ કરતી ફેકટરીમાં થયેલા ભેદી વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત પૈકી વધુ એક યુવાનનું સારવાર દરમિયાન શુક્રવારે મોત નિપજયું છે. આ સાથે મૃત્યુઆંક 13 થયો છે.

દુર્ઘટનામાં ઈજા પામેલા 22 વર્ષના નરેશ સોલંકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા ચાર વ્યકિતના પરિવારજનોએ સહાયની રકમમાં વધારો કરવાની માંગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. બે દિવસ પહેલાં જ તેમને સરકારે ન્યાયની ખાતરી આપતાં જ મૃતદેહના અગ્નિસંસ્કાર કર્યા હતા.

48 જોખમી કેમિકલ એકમ સીલ, 10ને નોટિસ
પિરાણા નજીક કેમિકલના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારે મ્યુનિ.ને એક્શન લેવા માટે આદેશો આપ્યા હતા. જે હેઠળ માત્ર લાંભા, નારોલ અને ઇસનપુરમાં જ કોઇપણ પ્રકારની પરવાનગી, મંજૂરી કે લાયસન્સ સિવાય ધમધમતાં 48 જેટલા એકમોને સીલ કરી દેવાયા છે. તો બીજી તરફ ફાયરબ્રિગેડે પણ 10 એકમોને નોટિસો પાઠવી છે. રાજ્ય સરકારે રચેલી ઉચ્ચસ્તરીય સમિતિએ તેના એક્શન ટેકન રિપોર્ટમાં જણાવ્યું છે કે, 48 કેમિકલના ગોડાઉન સંચાલકો પાસે પૂરતા જરૂરી પરવાનગીના કાગળો કે લાયસન્સ ન હતા. શહેરમાં મુખ્યત્વે કેમિકલના ગેરકાયદેસર ધંધાઓ નારોલમાં સૌથી વધુ છે. એસ્ટેટ વિભાગે જે 48 એકમોને સીલ કર્યા છે, તે પૈકી 34 એકમો તો માત્ર નારોલમાં, બાકીના 7 ઇસનપુરમાં આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો