વેક્સિનેશનની સ્પીડ વધશે:રાજ્યમાં આજથી રોજ 18થી 44 વર્ષના 1 લાખ લોકોને વેક્સિન અપાશે; વેક્સિનના 30 હજારને બદલે 1 લાખ ડોઝ અપવાનો મુખ્યમંત્રીનો નિર્ણય

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 24મેથી એક અઠવાડિયા સુધી રોજના 1 લાખ ડોઝ આપવાનો નિર્ણય

કોવિડ-19નો ત્રીજો વેવ આવે તે પહેલા ગુજરાતના શકય એટલા વધુ નાગરિકોનું રસીકરણ થઇ જાય તેવો લક્ષ્યાંક રાજ્ય સરકારનો છે. આ લક્ષ્યાંક પૂરો કરવા રસીકરણમાં ઝડપ લાવવા માટે રાજ્ય સરકારે તા. 24મેથી સતત એક સપ્તાહ સુધી18થી 44 વય જૂથના દરરોજ એક લાખ લોકોને રસીના ડોઝ આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે,અત્યાર સુધી આ વય જૂથમાં દરરોજ 30 હજાર લોકોને ડોઝ આપવામાં આવે છે.

રાજ્યમાં અત્યારે 10 શહેરમાં 18થી 44 વય જૂથના લોકોનું રસીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ કોરોના વોરિયર્સ અને 45થી વધુ વયના લોકોનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. હવે 18થી44 વય જુથના લોકોને રસીના ડોઝ દરરોજ 30 હજાર આપવામાં આવતા હતા. આ વય જુથમાં યુવાનોની સંખ્યા હોવાથી રાજ્ય સરકારે 18થી44 વય જુથના લોકોના રસીકરણને વ્યાપક બનાવવા એક સપ્તાહ સુધી દરરોજ એક લાખ લોકોનું રસીકરણ કરવાનું નક્કી કર્યુ છે. આ માટેનું સુચારું આયોજન થઇ ગયું હોવાનું આરોગ્ય અગ્રસચિવ ર્ડા. જયંતિ રવિએ જણાવ્યું હતું. આરોગ્ય અગ્ર સચિવે કહ્યું હતું કે, ગુજરાત દેશભરમાં પર મિલીયન વેકસિનેશનમાં અગ્રેસર રહ્યું છે. હવે 18થી 44 વય જુથમાં પણ દેશમાં અગ્રેસર રહેવા માટેની પ્રતિબધ્ધતા જયંતિ રવિએ વ્યકત કરી હતી.

રાજ્યમાં 18 થી 44 ની વય જૂથના યુવાઓનું રસીકરણ ઝડપથી અને વ્યાપક પણે થાય તેમજ વધુને વધુ યુવાઓને કોરોના સામેના આ અમોઘ શસ્ત્ર એવા રસીકરણનો લાભ આપી કોરોનાથી સુરક્ષિત રાખવાના ભાવ સાથે મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગને આ ડોઝ એક સપ્તાહ સુધી 1 લાખ ડોઝનું રસીકરણ કરવા સૂચવ્યું છે.

રાજ્ય પાસે 10 લાખ ડોઝ, 45+ને બીજો ડોઝ મળશે
રાજ્ય સરકાર પાસે અાશરે 10 લાખ ડોઝનો સ્ટોક છે. સિનિયર સિટિઝન કે 45 અને તેનાથી વધુ વય ધરાવતા મોટાભાગના નાગરિકોના પ્રથમ ડોઝનું રસીકરણ પૂરું થઇ ગયું છે તેવા નાગરિકોને બીજો ડોઝ આપવાની કામગીરી યથાવત રહેશે તેમ સૂત્રોનું કહેવું છે.

એક અઠવાડિયામાં અંદાજે 8 લાખ યુવાઓને વેક્સિન મળશે
મુખ્યમંત્રી રૂપાણીના યુવા આરોગ્ય હિતકારી આ નિર્ણયથી અગાઉ 30 હજાર યુવાઓના રોજ થતા રસીકરણમાં હવે રોજના એક લાખ યુવાઓને આવરી લેવાશે. આ નિર્ણયને પરિણામે એક અઠવાડિયામાં અંદાજે 8 લાખ યુવાઓને કોરોના રસીકરણનો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓને રક્ષણ મળશે.

આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગે આ રસીકરણ વ્યવસ્થા સુચારુ અને સુઆયોજિત રીતે પાર પડે તે માટેનું આયોજન કર્યું છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રી રૂપાણીના દિશા દર્શનમાં ગુજરાત દેશભરમાં પર મિલિયન વેક્સિનેશનમાં અગ્રેસર રહ્યું છે. ફ્રંટલાઈન વોરિયર્સ, 45થી વધુ વયના લોકોના રસીકરણમાં ગુજરાતે આ અગ્રેસરતા મેળવ્યા બાદ હવે 18 થી 44 વય જૂથના લોકોનું પણ વ્યાપક અને ઝડપી રસીકરણ કરીને યુવાઓની આરોગ્ય રક્ષા ક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર રહેવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલા વેક્સિનેશન અને કોરોનાના કેસની વિગતો
રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલા વેક્સિનેશન અને કોરોનાના કેસની વિગતો

રાજ્યમાં 24 કલાકમાં 3794 કેસ અને 53 દર્દીના મોત
રાજ્યમાં રવિવારે 45 દિવસ બાદ સૌપ્રથમવાર 4000થી ઓછા 3794 કેસ નોંધાયા છે. આ પહેલા 8 એપ્રિલે 4021 કેસ નોંધાયા હતા. જ્યારે 53 દર્દીના મૃત્યું થયા છે અને 8734 લોકોએ કરોનાને હરાવ્યો છે. આમ સતત 19મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 89.26 ટકા થયો છે.

75 હજાર 134 એક્ટિવ કેસ અને 652 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 88 હજાર 470ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 576 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 7 લાખ 3 હજાર 760 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 75 હજાર 134 એક્ટિવ કેસ છે, જેમાંથી 652 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 74 હજાર 482 દર્દીની હાલત સ્થિર છે.

અત્યાર સુધી 1.14 કરોડને પ્રથમ, 39 લાખને બીજો ડોઝ અપાયો; કુલ 1.53 કરોડને બંને ડોઝ અપાયા

કેટેગરીગઈ કાલ સુધીનું કુલઆજનું રસીકરણકુલ
હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ187135519571873312
હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર બીજો ડોઝ100806938901011959
45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ88108711076098918480
45 વર્ષથી વધુ ઉંમરના બીજો ડોઝ2880810154562896266
18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ64450739336683843
કુલ152156121682481538380
  • અત્યારે 18થી 44 વર્ષના 3.25 કરોડ લોકો છે. જેમને 1 મેથી રસી આપવાનું શરૂ કરાયું હતું. છેલ્લા 23 દિવસમાં 6,83,843 લોકોને રસી અપાઈ હતી. રોજની સરેરાશ 29,732ની રહી છે.