તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરેશાની:બાપુનગર થઈ કૃષ્ણનગર જતાં સાંકડા રસ્તાને કારણે 1 લાખ નાગરિક પરેશાન

અમદાવાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
અજિત મીલ પાસેના ઓવરબ્રિજથી લાખો મુસાફરો પરેશાન થઈ રહ્યાં છે. એક વર્ષ કરતાં વધારે સમયથી આ ઓવરબ્રિજનું કામ ચાલે છે. દરરોજ 1 લાખ કરતાં વધારે વાહનો અહીંથી પસાર થાય છે. - Divya Bhaskar
અજિત મીલ પાસેના ઓવરબ્રિજથી લાખો મુસાફરો પરેશાન થઈ રહ્યાં છે. એક વર્ષ કરતાં વધારે સમયથી આ ઓવરબ્રિજનું કામ ચાલે છે. દરરોજ 1 લાખ કરતાં વધારે વાહનો અહીંથી પસાર થાય છે.
 • છેલ્લા 1 કરતાં વધારે વર્ષથી રહીશો અને વાહનચાલકો પરેશાન થાય છે

મણિનગર સેવન્થ ડે સ્કુલથી લઈને અજિત મીલ, બાપુનગર થઈ હિરાવાડી અને કૃષ્ણનગરને સાંકળી લેતો રોડ પર બની રહેલા અજિત મીલ પાસેના ઓવરબ્રિજથી લાખો મુસાફરો પરેશાન થઈ રહ્યાં છે. એક વર્ષ કરતાં વધારે સમયથી આ ઓવરબ્રિજનું કામ ચાલે છે. દરરોજ 1 લાખ કરતાં વધારે વાહનો અહીંથી પસાર થાય છે અને તેને કારણે સવારે અને સાંજે બાપુનગર ઓ‌વરબ્રિજ પાસે પણ ટ્રાફિક જામ થઈ જાય છે. સ્થાનિકોએ અનેક વખત તંત્રને રજુઆત કરી છે કે આ ઓવરબ્રિજ બનાવવાના કામમાં ગતિ આવે પણ મંથરગતિએ જ આ કામ ચાલે છે.

એક લાખ કરતાં વધારે વાહનોએ ખાડા ટેકરાવાળા માર્ગ પરથી પસાર થવું પડે છે
છેલ્લા 1 કરતાં વધારે વર્ષથી અજિત મીલ ઓવરબ્રિજ બને છે. સારી વાત છે કે બ્રિજ બનશે પછી ટ્રાફિક હળવો થશે પણ એક વર્ષથી અહીંથી પસાર થતાં એક લાખ કરતાં વધારે વાહનચાલકને પડતી હાલાકીનું શું? ધૂળની ડમરીઓ ઊડવી અને યુટર્ન માટે ખાડા ટેકરાવાળા માર્ગ પરથી પસાર થવું તે અહીંની રોજની સમસ્યા છે. તંત્ર જો આ બ્રિજ પૂર્ણ કરવાના કામમાં ગતિ લાવે તો સારૂ છે. -પવન ખાન, સ્થાનિક

2 કિમી સુધી લાખો વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
મણિનગર સેવન્થ ડે સ્કુલથી શરૂ કરીને હાટકેશ્વર સર્કલ થઈ કૃષ્ણનર તરફ જતો આ મહત્વનો રોડ છે જ્યાં લાખો વાહનચાલકો પસાર થાય છે. બાપુનગર તરફ જતાં લોકો પણ આ રોડનો ઉપયોગ કરે છે ત્યારે ઓવરબ્રિજ બનવાની કામગીરીને લઈને 2 કિમી જેટલા રોડ પર પસાર થવામાં બહુ મુશ્કેલી પડે છે. તંત્ર જો ઓવરબ્રિજ બનાવવાની કામગીરીમાં ઝડપ લાવે તો આ મહત્વના રોડ ઉપરથી પસાર થતાં પૂર્વના નાગરિકોની સુવિધામાં વધારો થાય. -ગોવિંદ નાયર, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો