તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોડ ઇસ્યૂ:નવા નરોડામાં 1 લાખ નાગરિકો રોડની સુવિધાથી વંચિત

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 20 કરતાં વધારે રેસિડેન્સીના લોકો રોડ, વીજળી જેવી પાયાની સુવિધાઓ વિના હેરાન થાય છે, ક્યાંક કામ ચાલે તે પણ મંદ ગતિએ

પૂર્વનો ડેવલપ થઈ રહેલો વિસ્તાર એટલે નવા નરોડા જ્યાં 20 કરતાં વધારે રેસિડેન્સીના લાખ્ખો લોકો રોડ અને રોડ પર પૂરતી વીજળીના અભાવે હેરાન થઈ રહ્યાં છે. નરોડા અંતિમધામ પાસેના આગમન, સુવિધા, ગણેશ સહિત 20 કરતાં વધારે સોસાયટીઓ અહીં આવેલી છે. જ્યાં એક લાખ કરતાં વધારે લોકો રહે છે. તેમની સોસાયટીઓ પાસેથી પસાર થતાં રોડ તેમજ મુખ્ય રોડ બિસ્માર હાલતમાં જોવા મળે છે. ક્યાંક કામ શરૂ થઈ રહેલુ જોવા મળે છે તો ક્યાંક કામ અટકી ગયેલું છે. જેને કારણે લોકોને અવર જવરમાં પણ મુશ્કેલી પડે છે. ઉનાળા પછી ચોમાસાની શરૂઆત થશે અને તંત્ર આ રીતે જ જો ઘોર નીદ્રામાં રહેશે તો અહીંના રહેવાસીઓની શું હાલત થશે તે વિચારવા જેવું છે.

રોડ તૂટેલા-બિસમાર છે એટલે તકલીફ પડે છે
નવા નરોડામાં છેલ્લા 10 વર્ષમાં જે વિકાસ થયો તે મહત્વનો છે. જો કે આ વિકાસની સાથે સાથે તંત્રએ જે રસ્તા બનાવવા જોઈએ તેમાં કામ કર્યું નથી. જ્યાં રસ્તા છે તે તૂટેલા અને બિસ્માર છે. જેને કારણે અવર જવર કરતાં લોકો હેરાન થાય છે. કોઈ પણ વિસ્તારનો વિકાસ કેટલો છે તે રોડ કેવા છે તેના આધારે નક્કી થતો હોય છે. ક્યાંક કામ થઈ રહ્યું છે પણ તેમાં ગતિ નથી. પૂર્વમાં મોટા ભાગના વિસ્તારોમાં જે કામ થાય છે તેમાં અત્યંત વિલંબ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોની પોતાની સમસ્યા જો હલ ન થઈ શકે તો ચૂંટણીમાં મત આપવો જ શું કામ પડે? અમારે રોડ સારા જોઈએ છે. - અમૃત સોલંકી, સ્થાનિક, નવા નરોડા.

1 લાખ મતદારો સુવિધાથી વંચિત છે
નવા નરોડામાં 1 લાખ મતદારો છે. આટલી મોટી વસ્તીને રસ્તાની પાયાની સગવડ ના મળે તે કેમ ચાલે? આ ઉપરાંત રોડ પર એક જ સાઈડે ક્યાંક ક્યાંક વિજળીના થાંભલા જોવા મળે છે જે ક્યારેક જ ચાલુ હોય છે. તંત્રએ લોકોને પડતી મુશ્કેલી અંગે વિચારવું જોઈએ. જો સીજી રોડ, લો ગાર્ડન જેવા વિસ્તારોમાં રોડ રસ્તા સારા અને મોડલ કહી શકાય તેવા બની શકતા હોય તો નવા નરોડા વિસ્તાર કેમ ડેવલપ ન થઈ શકે? તે સમજાતું નથી. તંત્ર આંખ આડા કાન કરે છે અને અંતે તો સ્થાનિકોએ જ ભોગવવું પડે છે. જો વેળાસર આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન થશે. -પી. કે. કલાપી, સ્થાનિક, નરોડા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો