14 માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવાની છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યના 1.91 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જે માટે શહેર અને ગ્રામ્ય DEO દ્વારા એક્શનપ્લાન બનાવવામાં આવ્યો છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી અને ફ્લાયિંગ સ્કોડ દ્વારા નજર રાખવાના આવશે.
ગ્રામ્ય અને શહેરમાં કુલ 1.91 લાખ પરીક્ષાર્થી
અમદાવાદ શહેર અને ગ્રામયની 634 બિલ્ડીંગમાં બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજવવાની છે. શહેરમાં ધોરણ 10ના 61475 અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 9420ને સામાન્ય પ્રવાહમાં 37491 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગ્રામ્યમાં ધોરણ 10માં 47369 વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 6255 અને સામાન્ય પ્રવાહમાં 28289 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગ્રામ્ય અને શહેરમાં કુલ 1.91 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
દર 3 કેન્દ્ર વચ્ચે એક મેડિકલની ટીમ હાજર રહેશે
તમામ 634 બિલ્ડીંગ સીસીટીવી કેમેરાથી સજજ રહેશે. વર્ગમાં અને બહાર પરિસરમાં પણ સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર પર ખંડ નિરક્ષક, સ્થળ નિરીક્ષક અને ફલાયિંગ સ્કોડ દ્વારા નજર રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટેની તૈયારી કરવામાં આવી છે. દર 3 કેન્દ્ર વચ્ચે મેડિકલની ટીમ હાજર રહેશે, જેથી કોઈ ઇમરજન્સી હોય તો તાત્કાલિક સારવાર મળી રહે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પાણી, લીંબુ પાણી અને ORS પણ રાખવામાં આવ્યું છે, જે જરૂર મુજબ આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રની બહારથી જ પશ્ચયતાપ પેટી રાખવામાં આવશે, જેથી કોઈ વિદ્યાર્થી કાપલી લઈને આવ્યું હોય તો તે મૂકી શકશે. પરીક્ષા કેન્દ્રમાં કોઈ અજાણ્યો વ્યક્તિ બહારથી ના આવે તે માટે તકેદારી રાખવાની રહેશે.
49 કેદી માટે જેલમાં પરીક્ષા કેન્દ્ર રાખવાના આવ્યું
આ વર્ષે દિવ્યાંગ અને પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે. જેમના માટે દરેક કેન્દ્રમાં નીચેના માળ પર જ રૂમ રાખવાના આવ્યો છે. આ ઉપરાંત રાઇટર લેવા માટેની અરજી લેવાનું પણ ચાલુ છે, પરીક્ષાના એક દિવસ અગાઉ સુધી રાઇટર માટે અરજી કરી શકાશે. આ વર્ષે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી 49 કેદી પરીક્ષા આપવાના છે. જેમાંથી 37 કેદી ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા આપવાના છે. જેલમાં પરીક્ષા કેન્દ્ર રાખવાના આવ્યું છે.
ફી બાકી હોય તો સ્કૂલ હોલટિકિટ રોકી શકાશે નહીં
અત્યારે હોલટિકિટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કોઈ પણ વિદ્યાર્થીની ફી ભરવાની બાકી હોય તો સ્કૂલ દ્વારા હોલટિકિટ રોકી શકાશે નહીં. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી હોલટિકિટ ભૂલી જાય તો પણ તેની સ્કૂલમાં સંપર્ક કરીને હોલટિકિટ મંગાવીને પરીક્ષા આપવા દેવામાં આવશે. વિદ્યાર્થી અન્ય કેન્દ્ર પર પહોંચી જાય તો તે વિદ્યાર્થીને પણ તેના કેન્દ્ર પર સ્કૂલ દ્વારા પહોંચાડવામાં આવશે. જે વિદ્યાર્થી ગેરહાજર રહેશે તેનું પેપર સિલ જ રાખવાના આવશે.
30 મિનિટ બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ નહિ મળે
પરીક્ષા શરૂ થયાના 30 મિનિટ સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા દેવામાં આવશે. 30 મિનિટ બાદ આવનાર વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ નહિ મળે. પરીક્ષા શરૂ થયાના 2 દિવસમાં જ અલગ અલગ કેન્દ્ર પરથી DVD મંગાવીને તપાસવામાં આવશે, જેમાં કોપી કરનાર વિદ્યાર્થીઓ સામે કોપી કેસ પણ કરવામાં આવશે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEO દ્વારા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.