અમદાવાદ જિલ્લામાં ચાર દિવસ પછી વિરમગામમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. ચાર દિવસ પછી મોત નોંધાયુ છે. બુધવારે 8 કેસ નોંધાયા હતાં. જેમાં બાવળા 2, ધંધુકા 2, ધોળકા 1, માંડલ 1, વિરમગામ 1 કેસ નોંધાયો હતો. કુલ કેસનો આંકડો 6922 અને મોતનો આંકડો 95 થયો છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં 16 દર્દી સારવાર હેઠળ છે. કોવિડકેર સેન્ટરમાં એક પણ દર્દી દાખલ નથી. અત્યાર સુધીમાં 6811 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. 45 વર્ષના ઉપરના કુલ 3.96 લાખ લોકોએ પ્રથમ ડોઝ અને એક લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. વેક્સિનના અભાવે સેન્ટરોની સંખ્યા ઘટાડી છે.
દરમિયાન બોટાદ જિલ્લામાં બુધવારના રોજ કુલ 630 લોકોના સેમ્પલ લેવામા આવ્યા હતા જેમાથી 4 લોકોના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા હતા જ્યારે બે લોકો કોરોના સારવારબાદ સાજા થતા રજા આપવામા આવી હતી. હાલમા જિલ્લામા કુલ 34 લોકો સારવાર લઇ રહ્યા છે. બોટાદ તાલુકાના ઢાંકળીયા ગામે 50 વર્ષના પુરૂષ, સમઢિયાળા-1 ગામે 71 વર્ષના પુરૂષ, ભદ્રાવડી ગામે 30 વર્ષના પુરૂષ અને ગઢડા તાલુકાના અડતાળા ગામે 85 વર્ષની સ્ત્રીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા નાગરિકો તથા આરોગ્ય તંત્રે રાહત અનુભવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.