8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવી રહ્યો હોવાથી એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓને કેવી મુશ્કેલીઓ પડે છે તેમજ તેમની સાથે કેવા બનાવો બને છે, તેનો ચિતાર મેળવવા મહિલા પોલીસે આ ત્રણેય પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસમાં મુસાફરી કરી હતી.
જો કે મુસાફરી દરમિયાન મહિલા પોલીસની કોઈ પણ રોમિયોએ છેડતી કરી ન હતી. તેમજ તેમને બેસવા માટે જગ્યા સરળતાથી મળી ગઈ હતી. રોજ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતી મહિલાઓનું કહેવું છે કે, મુસાફરીમાં પોલીસ સાથે હતી એટલે બધું સીધું જ ચાલ્યું હતું.
ઝોન-1 ડીસીપી લવિના સિંહાની અધ્યક્ષતામાં મહિલા પોલીસની 3 ટીમો બનાવી હતી. આ ત્રણેય ટીમોએ ખાનગી કપડાંમાં મેટ્રો ટ્રેન, બીઆરટીએસ અને એએમટીએસમાં મુસાફરી કરી હતી. પોલીસ અધિકારીઓનું એવું કહેવું છે કે, નોકરી માટે અથવા તો સ્કૂલ - કોલેજ જવા માટે મહિલાઓ-યુવતીઓ અને છોકરીઓ રોજે રોજ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનો ઉપયોગ કરે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતી મહિલા - છોકરીઓ અને યુવતીઓ સાથે મુસાફરી કરી પોલીસે તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.