વિવાદ:કર્ણાવતી ક્લબના ગેરકાયદે ગોલ્ડન ગ્લોરી હોલના રિનોવેશન પાછળ 1 કરોડ ખર્ચાશે, અમુક સભ્યો વિરોધમાં

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
કર્ણાવતી ક્લબ - ફાઇલ તસવીર - Divya Bhaskar
કર્ણાવતી ક્લબ - ફાઇલ તસવીર
  • લગ્ન પ્રસંગો માટે ઉપયોગમાં લેવાતો હોવાથી હોલનું મેન્ટેનન્સ જરૂરી હોવાની મેનેજમેન્ટની દલીલ

કર્ણાવતી ક્લબની બુધવારે બોર્ડ મીટિંગ મળી હતી. જેમાં ગોલ્ડન ગ્લોરી હોલના રિનોવેશન પાછળ અંદાજે રૂ. 1 કરોડ મંજૂર કરાયા છે. બોર્ડ મીટિંગમાં રૂ. 1.44 કરોડમાં હોલના નવીનીકરણની દરખાસ્ત મુકાઈ હતી. આ હોલનો પ્રશ્ન કોર્ટમાં હોવા છતાં રિનોવેશન કરવાનું નક્કી કરાયું છે. જો કે, આ દરખાસ્ત સાથે કેટલાક સભ્યોએ જણાવ્યું કે, હોલ પાછળ મોટી રકમનો ખર્ચ કરવો યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું.

લાંબા સમય બાદ લગ્નની સિઝન શરૂ થઇ છે ત્યારે કર્ણાવતી ક્લબ દ્વારા તેના ગોલ્ડન ગ્લોરી હોલના રિનોવેશન પાછળ રૂ. 1 કરોડનો ખર્ચ કરવાનું નક્કી કરાયું છે. ગોલ્ડન ગ્લોરી હોલ અને સ્પોર્ટસ સંકુલ ગેરકાયદે હોવાથી તે મુદ્દો કોર્ટમાં છે ત્યારે તેની પાછળ આટલો ખર્ચ ન કરવા માટે કેટલાક સભ્યોએ રજૂઆત કરી હતી. પરંતુ મેનેજમેન્ટે એવી દલીલ કરી હતી કે લગ્ન અને પ્રસંગો માટે ઉપયોગમાં લેવાતો હોલ છેલ્લા બે વર્ષથી બંધ હોવાથી તેના મેઈન્ટેનન્સની જરૂર છે. આથી ક્લબે રિનોવેશન પાછળ 1 કરોડ રકમ ફાળવી છે. ઉલ્લેખનીય છે કે, સરકારી જમીન પર ગોલ્ડન ગ્લોરી હોલ અને સ્પોર્ટસ સંકુલનું ગેરકાયદે રીતે બાંધકામ કરાયું હોવાની ફરિયાદો બાદ સરકારે તપાસના આદેશ આપ્યા હતા.

લાંબા સમયથી બંધ હોવાથી જાળવણી કરવી જરૂરી છે
ક્લબના સભ્યો પાસેથી હોલની જાળવણી માટે દરખાસ્ત મળી છે. હોલનો ઉપયોગ ન થયો હોય તો પણ તેની લિફ્ટની જાળવણી કરવી પડે છે. કાર્પેટ બદલવાનો, સીલિંગનો ખર્ચ તેમજ ક્લબના પાર્ટેશન બદલવાનો ખર્ચ અંદાજે 70 લાખ સુધી પહોંચી જાય છે. લાંબા સમયથી ગોલ્ડન ગ્લોરી હોલ બંધ હોવાથી તેનું રિનોવેશન કરવું જરૂરી છે. ક્લબના સભ્યો માટે હોલ ઉપયોગમાં લેવાતો હોવાથી થોડો વ્યવસ્થિત હોવો જરૂરી છે. - કેતન પટેલ, સેક્રેટરી કર્ણાવતી કલબ

અન્ય સમાચારો પણ છે...