સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવરફ્રન્ટ હાઉસની બાજુમાં 7,500 સ્કવેર મિટર એરિયામાં રિવરફ્રન્ટ કંપની કોર્પોરેટ ગાર્ડન તૈયાર કરી રહી છે. 1 કરોડના ખર્ચે તૈયાર થનારા આ ગાર્ડનમાં 25 જાતના ફૂલો વાવવામાં આવશે. સંપૂર્ણ ગાર્ડનમાં નદીના પાણીનો ઉપયોગ કરી ઈરિગેશન પદ્ધતિથી ડેવલપ કરાશે. જો કે, આ ગાર્ડનમાં અમદાવાદીઓ નહીં જઈ શકે, માત્ર રિવરફ્રન્ટ હાઉસમાં આવનારા અને અમદાવાદની મુલાકાતે આવનારા વીવીઆઈપી લોકો જ જઈ શકશે.
ખાસ કિસ્સામાં સ્ટડી પર્પઝ અથવા આર્કિટેક્ચર પોઈન્ટ ઓફ વ્યૂથી સ્પેશિયલ પરમિશન લઈ ગાર્ડનની મુલાકાત લઈ શકાશે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ ગાર્ડન પાછળ 1 કરોડનો ખર્ચ કરાઈ રહ્યો છે પણ જે પ્લોટમાં ગાર્ડન તૈયાર કરવામાં આવી રહ્યો છે તે પ્લોટ કોમર્શિયલ છે. એટલે કે રિવરફ્રન્ટ ખાતેના જે પ્લોટ વેચવાનું સરકારે નક્કી કર્યું છે તે પૈકીનો આ એક પ્લોટ છે. જેની કિંમત કરોડો રૂપિયાની છે.
જ્યારે આ પ્લોટ વેચી દેવામાં આવશે ત્યારે આ ગાર્ડન દૂરી કરી દેવામાં આવશે. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, કોમર્શિયલ વેચાણનો પ્લોટ હોવાથી અહીં જે ફ્લાવર ડેવલપ કરવામાં આવી રહ્યા છે તે રિ-પ્લાન્ટ કરી શકાય તેવા જ વાવવામાં આવશે. જેનો ઉપયોગ બીજી જગ્યાએ કરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.