તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દિલ્હીથી આવતી ટ્રેનના પાર્સલ કોચમાં બિયર સાથે 1 ઝડપાયો, યોગા એક્સપ્રેસમાં 47 નંગ બિયર બુક કરાવનાર વ્યક્તિ ફરાર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બિયર સરસપુર સાઇડની પાર્સલ ઓફિસે લઈ જવાઈ હતી

ઋષિકેશથી દિલ્હી થઈ અમદાવાદ આવતી યોગા એક્સપ્રેસના પાર્સલ કોચમાં બુક કરાયેલ 47 નંગ બિયરના ટિન સહિત એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે પાર્સલ બુક કરાવનાર વ્યક્તિ ફરાર હોવાથી તપાસ આદરી છે. તેમ જીઆરપી પીએસઆઈ આર.કે.વાણિયાએ જણાવ્યું હતું.

શહેરમાં દારૂ-બિયરની હેરાફેરી માટે બુટલેગરો અલગ-અલગ કીમિયો અજમાવતા હોય છે. ખાનગી વાહનમાં છુપાવીને શહેરમાં બિયર-દારૂ ઘુસાડવાના કિસ્સા સામાન્ય થઈ ગયા છે, ત્યારે હવે બુટલેગરો અન્ય રાજ્યોમાંથી પાર્સલમાં બિયર-દારૂ બુક કરાવી ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે. દિલ્હીથી યોગા એક્સપ્રેસના પાર્લસ કોચમાં બુક થયેલા બિયર ટિન અમદાવાદ સ્ટેશને ઉતારી સરસપુર સાઈડની પાર્સલ ઓફિસે લઈ જવાયા હતા. જ્યાં તેની ડિલિવરી લેવા નીકળેલા શબ્બીર નામના યુવકની તપાસ કરતા તેની પાસેથી 47 બિયરના ટિન મળી આવતા જીઆરપી પોલીસે શબ્બીરની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેને આ બિયર ટિન સફન એન્ટરપ્રાઈઝના નામે બુક થયેલા હોવાનું જણાયું હતું. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ આદરી છે.

ટ્રેનમાંથી 235 ખુદાબક્ષ ઝડપાયા
કોરોનાના કેસ ઘટતા અને ઉદ્યોગ-ધંધા ફરી શરૂ થતા મોટી સંખ્યામાં શ્રમિકો વતનથી અમદાવાદ પરત ફરી રહ્યાં છે. જોકે ટ્રેનમાં રિઝર્વેશન ટિકિટ નહીં મળતાં અનેક પેસેન્જરો ટિકિટ વગર મુસાફરી કરી રહ્યાં છે. શુક્રવારે બરૌની અમદાવાદ સુપરફાસ્ટ ટ્રેનમાં ચીફ વિજિલન્સ ઇન્સ્પેક્ટરના નેતૃત્વમાં ટીટીઈ અને આરપીએફ ટીમે 235 જેટલાં પેસેન્જરો ટિકિટ વગરના મળી આવતા, દંડ પેટે 2 લાખથી વધુ રૂપિયા વસૂલ કરાયા હતા. તપાસ દરમિયાન 14 પેસેન્જરો સિનિયર સિટીઝન ક્વોટામાં ટિકિટ બુક કરી મુસાફરી કરતા હોવાનું જણાયું હતું. આ ટિકિટો ઈ-ટિકિટ ફોર્મેટમાં ભરી પેસેન્જરોને પધરાવાઈ હતી. તમામ પેસેન્જરને ટિકિટ વગરના ગણી રૂ.19920 દંડ વસૂલાયો હતો. ટિકિટ વગર 221 મુસાફરો પાસેથી દંડ પેટે રૂ.1,83,830 વસૂલ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...