તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદમાં ઘર બેઠાં શાકભાજી મળશે

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • APMC સોસાયટીઓમાં ટેમ્પો ફેરવી શાકભાજી પહોંચાડશે : કરિયાણાના વેપારીઓ હોમ ડિલિવરી કરી શકશે

નડિયાદ: ખેડા જિલ્લામાં કોરોના વાયરસને અટકાવવા એક પછી એક નિર્ણય ધડાધડ બહાર પાડવામાં આવી રહ્યાં છે. જેમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુના નામે બહાર રખડતાં રખડતાં વ્યક્તિને હવે ઘરે બેઠાં જ વસ્તુ મંગાવવી પડશે. જેના માટે તંત્ર દ્વારા એપીએમસીના સહકારથી શાકભાજી અને કરિયાણા વેપારીના સહયોગથી અન્ય ચીજવસ્તુ પહોંચાડવા આયોજન કરવામાં આવ્યું છે. 
નડિયાદ શહેર સહિત જિલ્લામાં લોકડાઉન હોવા છતાં લોકો જીવન જરૂરિયાત ચીજ વસ્તુ ખરીદી કરવાના નામે આંટા ફેરા ચાલુ જ હોય છે. જેને કારણે કોરોના વાયરસ ફેલાવવું જોખમ ટળતું નથી. આથી, તંત્ર દ્વારા વધુ એક ડગલું આગળ ચાલી ખરીદીના બહાના બંધ કરવા પગલું ભર્યું છે. જેમાં નડિયાદ શહેરમાં હવે એપીએમસી દ્વારા સોસાયટીના નાકે જ શાકભાજી વેચવા ટેમ્પા મોકલવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં આવેલું મોટું શાક માર્કેટ બંધ કરવામાં આવ્યું છે. શાકભાજી દરેક સોસાયટી સુધી પહોંચે તે માટે 42 જેટલા વાહનો ફાળવવામાં આવ્યાં છે. આ વાહનો વોર્ડ મેમ્બરનો સહકાર લઇ તમામ સોસાયટી સુધી શાક પહોંચે તે માટે દોડતાં રહેશે. જો કે, આ વાહનો પણ બપોર બાદ બંધ કરવામાં આવશે. આ ઉપરાંત કરિયાણાના વસ્તુ માટે વેપારીઓની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદી મુજબ વેપારી સ્વૈચ્છીક રીતે હોલ ડીલીવરી કરી આપશે. 
ક્યા સ્થળેથી કરિયાણું મળી રહેશે ?
રીલાયન્સ ફ્રેશ:  પેટલાદ રોડ, નડિયાદ.
ડી માર્ટ મોલ:  ઉત્તરસંડા રોડ, નડિયાદ. 
એસ દિપક કિરાણા સ્ટોર્સ: સ્ટેશન રોડ, નડિયાદ.
રત્નદીપ ટ્રેડર્સ:  દુકાન નં.7, ગંજ બજાર, ડભાણ ભાગોળ, નડિયાદ.
રત્નદીપ કિરાણા સ્ટોર્સ: પટેલ સ્પોર્ટ્સ પાસે, સ્ટેશન રોડ, નડિયાદ. 
ગાંધી ગ્રેઇન શોપ:  જુના રાવપુરા, નડિયાદ. 
દેસાઇ કિરાણા સ્ટોર્સ: મીલ રોડ, નડિયાદ. 
વિજય કિરાણા સ્ટોર્સ: વૈશાલી સિનેમા પાસે, નડિયાદ. 
પ્રશાંત કિરાણા સ્ટોર્સ:  સ્ટેશન રોડ, ડભાણ ભાગોળ, નડિયાદ. 
ખેડા જિલ્લાના 150 શ્રમજીવી માટે બસ વ્યવસ્થા
લોકડાઉનને પગલે ખેડા જિલ્લામાં અટવાયેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના શ્રમજીવીઓને વતન પરત જવું હોવાથી પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નડિયાદ બસ મથકથી મધ્યપ્રદેશ જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નડિયાદ બસ મથકથી 17 મુસાફરોને, બિલોદરાથી 35 મુસાફરોને, ડુમરાલથી 3 અને હાથજથી 18 મુસાફરો મળી કુલ 73 મુસાફરોને લઇને બસ મધ્યપ્રદેશ જવા રવાના થઇ હતી. જ્યારે રાજસ્થાન તરફ જવા માંગતા શ્રમિકો માટે મહેમદાવાદના ખાત્રજથી બસ ઉપાડવામાં આવી હતી. જેમાં પ્રશાસન દ્વારા 50 થી વધુ શ્રમજીવીઓને સર્કિટ હાઉસમાં જમાડીને રવાના કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...