તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:મહેમદાવાદમાં નજીવી બાબતે યુવાનને મારી નાખવાની ધમકી

નડિયાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે 4 સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
 • ઘર પાસેથી નીકળવા મામલે એક્ટીવાચાલકને માર માર્યો

મહેમદાવાદ શહેરમાં રહેતો એક્ટીવાસવાર યુવાનને સામાન્ય બાબતે તકરાર કરી ચાર શખસે મારઝૂડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમથકમાં નોંધાઇ છે. મહેમદાવાદ શહેરના ભાથીજી ફળિયામાં રહેતાં અને પાન-માવાની દુકાન ધરાવતાં વિજયભાઇ મોહનભાઇ વાઘેલા મંગળવારે રાત્રિના એક્ટીવા લઇને પેટ્રોલ પુરાવા જતા હતા. ત્યારે કુંભારખાડ તળાવ વિસ્તારમાં રહેતાં શૈલેષ વાઘેલા, કાલુ વાઘેલા, સની રાજુભાઇ વાઘેલા, શ્યામ રાજુભાઇ વાઘેલાએ એક્ટીવાચાલક વિજયભાઇને અટકાવી “ તને અહીંથી એક્ટીવા લઇ જવાની ના પાડી છે, તો તું દરોજ કેમ નીકળો છો ? કહી ચારે શખસે એકસંપ કરી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી મારવા પાછળ દોડી પકડી પાડી વિજયભાઇને માર મારી ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ પલાયન થઇ ગયા હતા. આ અંગે મહેમદાવાદ પોલીસે એક્ટીવાચાલક વિજયભાઇ મોહનભાઇ વાઘેલાની ફરિયાદના આધારે ઉપરોક્ત ચારેય શખસ વિરૂધ્ધ ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો