તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં જ નહીં વિશ્વભરમાં સ્વચ્છતા અને પર્યાવરણ માટે સાયકલ પર ભ્રમણ કરનારો ઉત્તરપ્રદેશનો યુવક નડિયાદમાં 52 દિવસથી લોકડાઉનના કારણે રોકાયો છે. ઉત્તરપ્રદેશના મથુરાના રહેવાસી અભિષેકકુમાર બ્રજેશકુમાર શર્મા (ઉ.વ.31) હાલ નડિયાદના દેરી રોડ પર રહેતા માર્કન્ડ દવેના ઘરે 52 દિવસથી મહેમાન છે. અભિષેકકુમારે એન્વાયરમેન્ટ સાયન્સ પર એમએસસી તથા વેસ્ટ મેનેજમેન્ટ પર એમફિલ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ છેલ્લા 6 વર્ષથી પર્યાવરણ અને સ્વચ્છતા માટે જાગૃતિ લાવવા પ્રવાસ કરી રહ્યા છે. આ અંગે અભિષેકકુમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2014માં સ્વચ્છ ભારતનો વિચાર વ્યક્ત કર્યો હતો. આ વિચારથી પ્રભાવિત થયો હતો. જેના પગલે નવેમ્બર 2014માં ઉત્તરપ્રદેશના ફતેગઢથી સાયકલ યાત્રા શરૂ કરી હતી જે 13 મહિના ચાલી હતી. જેમાં 20 હજાર કિલોમીટર પ્રવાસ ખેડીને 25 રાજ્યના 415 જિલ્લામાં ચાર હજાર ઉપરાંત સેમિનાર કર્યાં હતાં અને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યાં હતાં.
છેલ્લા છ વર્ષથી ખાસ માસ્ક સાથે જ ફરે છે
અભિષેકકુમારે તેના સાયકલ પ્રવાસ દરમિયાન માસ્ક પહેરવાનો ખાસ આગ્રહી છે. છેલ્લા છ વર્ષથી તેમના પ્રવાસ દરમિયાન માસ્ક પહેરેલો જ જોવા મળે છે. આ બાબતે તેમને પુછતા જણાવ્યું હતું કે, સાયકલ પ્રવાસ દરમિયાન શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બને છે. આથી, માસ્ક પહેરવું જ જોઈએ.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.