તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંડવાના શખસે સગીરાનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું

પાંડવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જાદુગરનો ખેલ કરનાર શખસે કાળુ મોં કર્યું
  • તપાસ માટે નડિયાદ, અમદાવાદ ખસેડાઇ

નડિયાદઃ બાલાસિનોર તાલુકાના પાંડવા ગામે રહેતો સુનીલ સુરેશભાઇ નામનો શખસ જાદુગરનો ખેલ કરી જીવનગુજારો કરે છે. ગત તા.21/3 ના રોજ પાંડવા ગામનો શખસ સુનીલ સુરેશભાઇ મહેમદાવાદ તાલુકાના એક ગામે જાદુનો ખેલ કરવા ગયો હતો. જ્યાં મોડીરાત્રિના આશરે દોઢેક વાગ્યાના અરસામાં ગામડા ગામની પંદર વર્ષીય સગીર બાળાનું મોંઢુ દબાવી એક મકાનમાં લઇ જઇ નીચે પછાડી દઇ તેણીની મરજી વિરૂધ્ધ બળજબરી કરી દુષ્કૃત્ય આચરી નાસી છૂટ્યો હતો. આ અંગે પીડિતાની માતાએ ફરાર શખસ સુનીલ વિરૂધ્ધ મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો એક્ટ અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પીડિત સગીરાને મેડિકલ ચેકઅપ માટે પ્રથમ નડિયાદ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...