તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંધ:કપડવંજનો રિક્ષાચાલક 45 કિલો સોપારીની હેરાફેરી કરતાં પકડાયો

નડિયાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આતરસુંબા પોલીસે એક લાખનો મુદ્દામાલ કબજે લીધો

કપડવંજના વાઘાવત નર્મદા કેનાલ પુલ ઉપર પેટ્રોલિંગ દરમિયાન આતરસુંબા પોલીસે રિક્ષામાં 45 કિલો કતરેલી સોપારીનો જથ્થો ભરીને હેરાફેરી કરતાં કપડવંજના શખસને દબોચી લીધો હતો.  હાલના લોકડાઉનમાં બહાર નીકળવા ઉપર પ્રતિબંધ છે. ખાસ કરીને પાન-માવા, ગુટખાના વેચાણ અને હેરાફેરી કરતાં લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો પોલીસ નોંધી રહી છે. ત્યારે વહેલી સવારે કપડવંજ તાલુકાના વાધાવત નર્મદા કેનાલ પુલવાળા રોડ પર સોપારીની હેરાફેરી કરવામાં આવતી હોવાની હકીકતના આધારે આતરસુંબા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ લક્ષ્મણભાઇ વશરામભાઇ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે વાહન ચેકિંગ દરમિયાન CNG રિક્ષા લઇને સિદ્દીકહુસેન ઉસ્માનગની પરમાર વાધાવત નર્મદા કેનાલ પુલ પરથી પસાર થતાં પોલીસે તેને અટકાવી તલાશી લેતાં રિક્ષામાં રાખેલાં પ્લાસ્ટિકના થેલાંમાંથી રૂ.22,500ની કિંમતની  કતરેલી સોપારી 45 કિલોનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રિક્ષાડ્રાઇવર સિદ્દીકહુસેન ઉસ્માનગની પરમારની ધરપકડ કરી હતી. પોલીસે 45 કિલો સોપારીનો જથ્થો, રિક્ષા (કિંમત રૂ.80,000) મળી કુલ રૂ.1,02,500નો મુદ્દામાલ કબજે લઇ આરોપી વિરૂધ્ધ આઇપીસી. કલમ 188 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 51/બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો