તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:ખેડા જિલ્લામાં કોરોનાને પરાસ્ત કરનાર દર્દીઓ વધ્યા

નડિયાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નડિયાદ આઇશોલેશનમાં બે દિવસમાં 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

ખેડા જિલ્લામાં કોરોનાને પરાસ્ત કરનાર દર્દીઓની સંખ્યા વધતી જાય છે. નડિયાદ એન.ડી. દેસાઇ હોસ્પિટલમાં કોરોનાના વધુ છ ઇન્ડોર પેશન્ટોએ કોરોનાને મ્હાત કર્યો છે. તેથી છેલ્લા બે દિવસમાં  આ છ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. જેઓને હોસ્પિટલના સ્ટાફ દ્ધારા પુષ્પ આપી સન્માનિત કરી ઘેર મોકલવામાં આવ્યા હતા. નડિયાદ સિવિલ હોસ્પિટલ પાછળ ખોડિયાર નગરમાં રહેતા કમલેશભાઇ ઘામેચી (ઉ. 38), સરદાર નગર નજીકની મંગલપાર્ક સાસાયટીના રહીશ મયંકભાઇ ઠાકર (ઉ. 46), પવનચક્કી નજીકની ઇશ્વરપાર્ક સોસાયટીના રહીશ સેજલબેન ક્રિશ્ચિન (ઉ. 27) તથા વૈશાલી રોડ પરના વાઘેશ્વરી મંદિર પાછળ છાપરા વિસ્તારમાં રહેતા  જિજ્ઞેશભાઇ સરગરા (ઉ. 32)ને અગાઉ કોરોનાની બીમારી લાગું પડતા એન. ડી. દેસાઇ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બીજા પરિક્ષણમાં આ ચારેય દર્દીઓનો કોરોના નેગેટિવનો રિપોર્ટ આવતા ગુરૂવારે તેઓને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફ તરફથી તેઓને પુ઼ષ્પ આપી સ્વાગત કરી ઘેર મોકલવામાં આવ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો