તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:નડિયાદની શાળાઓ વાલીઓને ફી ભરવા વધારાનો સમય આપશે

નડિયાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારની સૂચના મુજબ ફી ન વધારવાનો નિર્ણય લેવાયો

નડિયાદ શહેર અને જિલ્લાની ખાનગી શાળાઓ દ્વારા ચાલુ વરસે ફી ન વધારવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત નવા સત્રની ફીમાં આર્થીક રીતે સમક્ષ ન હોય તેવા વાલીઓને વધારાનો સમય પણ આપવામાં આવશે. આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં લોકડાઉનના પગલે અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે.  નડિયાદ શહેર સહિત જિલ્લામાં લોકડાઉનના પગલે શાળાઓ બંધ છે, જેને પગલે હાલ ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, આ સ્થિતિમાં જે વાલીઓને આર્થિક સંકડામણ છે, તેમના માટે શાળાઓનો ફી માટેનો કોઇ દુરાગ્રહ રાખવામાં આવ્યો નથી. પરંતુ સક્ષમ વાલીઓ તેમના સંતાનોની ફી ભરી શકે છે.  આમ છતાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. જેમાં ચાલુ સત્રની ફી જે વાલીની બાકી છે, જે અત્યારે ભરી શકે તેમ નથી. તે માટે વાલી જે તે શાળાને પત્રથી જાણ કરી હપ્તેથી ભરી શકે છે. નવુ સત્ર કે જે ગુજરાત માધ્યમિક બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓ માટે જૂનથી શરૂ થાય છે, જ્યારે સીબીએસસી તથા અન્ય બોર્ડ માટે એપ્રિલથી શરૂ થઈ ગયું છે, આ નવા સત્રની ફી જેમને આર્થિક મુશ્કેલી છે, તેવા વાલીને શાળા ફી ભરવાનો સમય વધારવાનો સમય આપશે. આ ઉપરાંત  સરકારની સૂચના મુજબ ફી પણ વધારવાની નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો