તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:નડિયાદમાં કલ્પના રોહિત આત્મહત્યા કેસના સૂત્રધાર જયના જામીન ફગાવ્યાં

નડિયાદ 10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નડિયાદ કોર્ટની ઇ-સુનાવણી, વકીલે પણ ઇમેઇલ થકી દલીલો કરી
 • વૃદ્ધ માતા અને કોરોનાની સ્થિતિનું બહાનું બતાવ્યું હતું

નડિયાદના ચકચારી એવા કલ્પના રોહિત આત્મહત્યા કેસના સૂત્રધાર જય પંચાલના જામીન નડિયાદ કોર્ટે ફગાવ્યા છે.  કોરોના વાયરસની મહામારી ચાલે છે, એટલે આ સ્થિતિનો લાભ ઉઠાવી આરોપી જય પંચાલે આ વખતે પોતાની વૃધ્ધ માતા અને માનવતાનું બહાનું આગળ ધરી જામીન અરજી કરી હતી. જોકે, સમગ્ર કાર્યવાહીમાં વકિલની દલીલ અને કોર્ટની સુનાવણી ઇ-મેઇલ દ્વારા થઇ હતી.  નડિયાદ કોર્ટના જજ કે. એસ. ત્રિવેદીની કોર્ટમાં ઓનલાઇન સુનાવણી હાથ ધરાઇ હતી. આ કેસમાં ભોગ બનનાર કલ્પનાના પિતા અને ફરિયાદી પ્રવિણભાઇ રોહિતના એડવોકેટ જયેશભાઇ તલાટીએ નેટ પર દલીલો કરી જય પંચાલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જે દલીલો માન્ય રાખી અદાલતે જય પંચાલની જામીન અરજીને ફગાવી દીધી છે. આરોપીએ આ વખતે છઠ્ઠીવાર જામીન અરજી કરી હતી. જે નામંજૂર કરતા હજુ આ આરોપીએ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો