તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:નડિયાદમાં પાલિકાની લાલિયાવાડી તાડપત્રી ઢાંક્યા વિના કચરાની હેરાફેરી

નડિયાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નડિયાદમાં પાલિકા દ્વારા જ દીવા તળે અંધારૂ : કોરોનાનો કહેર છતાં

નડિયાદ નગરપાલિકા દ્ધારા વાહનોમાં ખુલ્લામાં જ કચરાની હેરાફેરી કરવામાં આવતી હેરાફેરી ખતરારૂપ સાબિત થાય એમ  છે. કચરાની ઉપર તાડપત્રી ઢાંકવામાં તંત્રની બેદરકારીના કારણે વાહનોમાંથી ઉડીને રસ્તા પર પડે છે. તેથી ફરી શહેરના માર્ગો ગંદકી ગ્રસ્ત બને છે, અને સરવાળે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં થાય છે.  નડિયાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાંથી ટ્રેક્ટર તથા છોટા હાથી જેવા 25 જેટલા વાહનોમાંથી કચરો એકત્રિત કરાય છે. જેને કમળા પાસે આવેલી ડમ્પીંગ સાઇટ પર ખાલી કરવા માટે લઇ જવાય છે. પણ આ વાહનોમાં કચરો લઇ જતી વખતે તેના પર તાડપત્રી ઢાંકવામાં આવતી નથી. હાલમાં કોરોનાનો કેર ચાલે છે, જેમાં પાલિકા પ્રશાસન સેનેટાઇઝ કરવા, ગંદકી ન કરી સ્વચ્છતા જાળવવા તેમજ જ્યાં ત્યાં કચરો ન નાંખવાની મોટી ગુલાબાંગો હાંકે છે, તો બીજી બાજુ તેના વાહનોમાં રોજે રોજ તાડપત્રી ઢાંક્યા વિના કચરાની થતી હેરાફેરી દીવા તળે અંધારા જેવી સ્થિતિને ઉજાગર કરે છે. જેનાથી રોગચાળો વધુ વકરવાની દહેશત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો