તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને માત:નડિયાદમાં કોરોના વોરિયર્સ નર્સનું ફૂલહારથી સન્માન કરાયું

નડિયાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં આવેલા કોરોના વોરિયર્સ નર્સનું તેઓના પરિવારજનો તથા ફ્લેટના રહીશોએ ફૂલહારથી સ્વાગત કર્યુ હતું.. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં શિવાંગીબેન વાઘેલા નર્સ  તરીકે ફરજ બજાવે છે. જ્યાં કોરોના પોઝિટીવના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી શિવાંગીબેન વડોદરા હોસ્પિટલમાં પોતાની ફરજ પર હતા. દરમિયાન તેઓ બુધવારે પોતાના પતિ સાથે વડોદરાથી કારમાં નડિયાદ આવ્યા હતા. જ્યાં રામ તલાવડી પાસે આવેલા પેરેડાઇઝ ઓરા કોમ્પલેક્ષમાં ફ્લેટના રહીશોએ તથા  શિવાંગીબેનના પરિવારજનોએ ફૂલહારથી વોરિયર્સ તરીકે તેઓનું  ખાસ સ્વાગત કર્યુ હતું. કોરોના જેવી મહામારીના સમયે દર્દીઓની સેવા કરવા બદલ નર્સને આ સન્માન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો