તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:સુંઢાવણસોલમાં જમીન મામલે મહિલા પર હુમલો, વિધવા સહિત બેને મારતાં 4 સામે ફરિયાદ

નડિયાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેમદાવાદના સુંઢાવણસોલ ગામે જમીન વાપરવા બાબતે વિધવા સહિત બે મહિલાને ગામના જ ચાર જણાએ ઉશ્કેરાઇ જઇ ગડદાપાટુ વડે માર મારી ઇજા પહોંચાડી હતી. મહેમદાવાદના સુંઢાવણસોલ ગામે ક્રિશ્ચિયન ફળીયામાં રહેતાં વિધવા શિરીનબેન રમણભાઇ ક્રિશ્ચનની જમીન વાપરવા મામલે આજે સોમવારે સવારે એજ વિસ્તારના ભલા બુધાભાઇએ બોલાચાલી કરી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. આ તકરારમાં ભલા બુધાભાઇ, રાજુ બુધાભાઇ, બાબુ બુધાભાઇ, મણીબેન બુધાભાઇએ એકસંપ કરી લાકડાના ધોકા, લોખંડની પાઇપ વડે હુમલો કરી ફરિયાદી શિરીનબેન રમણભાઇ ક્રિશ્ચન તથા તેના સાહેદ સાસુને ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ફરિયાદીનો પુત્ર પ્રેરિત પડી જતા તેને ઇજા થઇ હતી. આ અંગે મહેમદાવાદ પોલીસે મહિલા સહિત ચારેય વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો