તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:નડિયાદના કણજરીમાં કોરોના પોઝિટીવનો બીજો કેસ નોંધાયો, જિલ્લામાં કોરોના પોઝિટીવની સંખ્યા 34ને પાર

નડિયાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ તાલુકાના કણજરીમાં બુધવારે બીજા દિવસે કોરોના પોઝિટીવનો કેસ નોંધાયો હતો. મંગળવારે ગામના એક કાઉન્સીલર કોરોનામાં સપડાયા બાદ તેમના વિસ્તારના રહીશને કોરોનાનો પોઝિટીવ રિપોર્ટ આવતા તેઓ નડિયાદની એન.ડી. દેસાઇ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટીવનો કુલ આંક 34 પર પહોંચ્યો છે.  કણજરીમાં મદનીપાર્ક વિસ્તારમાં રહેતા સાજિદભાઇ અબ્દુલભાઇ વ્હોરા (ઉ.આ. 42)ને થોડા દિવસ અગાઉ કોરોનાના લક્ષણો જણાયા હતા. તેઓએ દવા કરાવી હતી, પણ તબિયતમાં સુધારો થયો નહોતો. આથી તેઓએ એન.ડી. દેસાઇ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જ્યાં સેમ્પલ પરિક્ષણમાં સાજિદભાઇનો કોરોના પોઝિટીવનો રિપોર્ટ આવ્યો હતો. આમ કણજરીમાં બે દિવસમાં બીજી વ્યક્તિ કોરોનામાં સપડાઇ છે. અગાઉ ભાજપના કાઉન્સીલર ઇલ્યાસભાઇ વ્હોરા કોરોનાની બીમારીમાં સપડાતા તેઓ પણ નડિયાદ ખાતે સારવાર હેઠળ છે. ઇલ્યાસભાઇ અગાઉ ઝારખંડ ખાતે જમાતમાં ગયા નહોતા. તેઓ તથા સાજિદભાઇ કોરોનાની સ્થિતિમાં જરૂરતમંદોને મદદરૂપ થતા હતા. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો