તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • Action Will Be Taken Against The Workers From Outside The District For Updation, Government Employees Fear The Spread Of Infection Than Updown

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:જિલ્લા બહારથી અપડાઉન કરતાં કર્મી સામે પગલાં ભરાશે, અપડાઉન કરતાં સરકારી કર્મચારીઓ સંક્રમણ ફેલાવાનો ભય

નડિયાદ 10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લામાં કોરોના મહામારી નાથવા નિયમો અને કાયદા બનાવવામાં આવ્યાં છે. જેમાં સરકારી કર્મચારી અને અધિકારીઓ પણ બાકાત નથી. આમ છતાં છેલ્લા કેટલાક સમયથી સરકારી કર્મચારી અને અધિકારીઓ જ જિલ્લા બહાર સતત આવન જાવન કરે છે. આ બાબત કલેક્ટરના ધ્યાને આવતા તેઓએ સરકારી કર્મચારીઓને અપડાઉન ન કરવા તાકીદ કરી છે. આમ છતાં નિયમનો ઉલ્લંઘન થશે તો કડક પગલાં ભરવા પણ તાકીદ કરી છે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ  અપડાઉન કરે તો તેમની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટએક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી શકે છે. 

મોટાભાગના સરકારી વિભાગોમાં કર્મચારી - અધિકારીઓ બહારથી અપડાઉન કરે છે 
ખેડા જિલ્લાની મોટા ભાગની સરકારી કચેરીના કર્મચારી - અધિકારીઓ બહારના જિલ્લામાંથી જ અપડાઉન કરે છે. તેમાં કલેક્ટર કચેરીના તાબાના નાયબ મામલદારથી લઇ છેક ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. તેવી જ રીતે સરદાર ભવનની કચેરીઓનો પણ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો