તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાન:ઠાસરાના નેસ-રાણિયા વચ્ચે નહેરમાં ગાબડું, 10 ગામોનો રસ્તો ધોવાયો

નડિયાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાળાના રિપેરીંગ દરમિયાન તંત્રની અણઆવડત અને સંકલનનો અભાવ બહાર આવ્યો

ઠાસરા તાલુકાના નેસ-રાણિયા વચ્ચે નહેર પરના જર્જરિત નાળાની મરામત ચાલતી હતી, ત્યાં જ  મુખ્ય નહેરમાં પાણી છોડાતા ધસમસતા પ્રવાહમાં ગાબડું પડ્યું હતું. જેના કારણે  કાચો રસ્તો ધોવાઇ જતા નેસ, મંજીપુરા તથા કંથરાઇના દસથી વધુ ગામોના લોકોને  ત્રણ કિ.મી. ઉપરાંત ફરીને જવાનો વારો આવ્યો હતો. નેસ-રાણિયા નજીકથી પસાર થતી નહેર પરના જર્જરિત નાળાના રિપેરીંગ દરમિયાન તંત્રની અણઆવડત અને સંકલનનો અભાવ બહાર આવ્યો છે. પણ તેના માઠાં પરિણામો ભોગવવાનો વારો ગ્રામજનોના ભાગે આવ્યો છે. નહેર પરના નાળાની મરામત ચાલતી હોવાથી આસપાસના ગ્રામજનોને અવરજવર માટે ડાયવર્ઝન આપી વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો હતો. જેના પર માત્ર માટી પાથરી હોવાથી તે કાચો અને ધૂળિયો હતો. આ દરમિયાન સિંચાઇ વિભાગ દ્ધારા ખેડૂતો માટે નહેરમાં પાણી છોડવામાં આવ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો ફોર્સમાં હોવાથી રાણિયા-નેસ વચ્ચેના નાળા આગળ જ્યાં કામ ચાલતું હતું, ત્યાં પાળા ધોવાઇ જતા ગાબડું પડ્યું હતું. પરિણામે કાચો રસ્તો ધોવાઇ ગયો હતો. આથી નેસ, મંજીપુરા, કંથરાઇ, કોટ, ભદ્રાસા, રાણિયા, તથા અકલાચા સહિતના આસપાસના દસ ઉપરાંત ગામોનો અવરજવરનો રસ્તો બંધ થઇ ગયો હતો.  હાલ તો આ ગ્રામજનો માટે આ જ મુખ્ય રસ્તો હતો, જે ધોવાતા હાલના લોકડાઉનમાં ગ્રામજનોને ત્રણ કિ.મી. જેટલું ફરીને આસપાસના ગામોમાં આવ-જા કરવાની નોબત આવી છે. 
સંકલનના અભાવે રસ્તો ધોવાવાની નોબત આવી 
આડેધડ રીતે પાણી છોડી દેવાતા રસ્તો ધોવાઇ જવાની નોબત આવી છે. પાણી છોડનાર અને નાળાનું કામ કરનાર તંત્ર વચ્ચે સંકલનના અભાવે આ નોબત આવી હોવાનો રોષ ગ્રામજનો દ્ધારા વ્યક્ત કરાયો હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો