તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોત:રાજુપુરામાં વધુ 3 મોરના મોત, ત્રણ બિમાર હાલતમાં મળ્યાં

નડિયાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોસ્ટમોર્ટમમાં ગરમીના કારણે મોત થતાં હોવાનું ખુલ્યું

ગળતેશ્વરના રાજુપુરા ગામે છેલ્લા કેટલાક દિવસથી મોરના મોત થઈ રહ્યા છે,  જેમાં વધુ 3 મોરના મોત થયા હતા અને 3 મોર ગંભીર હાલતમાં મળી આવ્યાં હતાં. ગામના આગેવાન ગોરધનભાઈ ભોઈ તેમના ઘરે ત્રણ મોર ગંભીર હાલતમાં તેને લાવી પાણી પીવડાવી વનવિભાગને સોંપ્યા હતાં. આ મોરના મૃત્યુ અંગે અસહ્ય ગરમીનું કારણ માનવામાં આવી રહ્યું છે વનવિભાગના અધિકારીઓ છેલ્લા 3 દિવસથી રાજુપુરા ગામમાં ધામા નાખ્યા છે. રાજુપુરામાં મોરના મોતને પગલે ગ્રામજનો અને વનવિભાગની ટીમે નવતર અભિગમ અપનાવી ગામની સીમમાં દરેક જગ્યાએ પાણીના કુંડા મુકવામાં આવી રહ્યાં છે. 
પોસ્ટમોર્ટમમાં ગરમીથી મોત થયાંનું જણાયું
મોરના મૃતદેહનો 3 જગ્યાએ પોસ્ટમોર્ટમ કરાયું. ડાકોર, આણંદ અને અમદાવાદથી તમામ રીપોર્ટ એક સરખા છે કે આ મોરના મોત અસહ્ય ગરમીના કારણે થાય છે. >કે.એમ. ભોઇ, RFO, ગળતેશ્વર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો