તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:નડિયાદ શહેરમાં ફિલીપાઇન્સથી આજે આવતા 271 NRIને ક્વોરન્ટીન કરાશે

નડિયાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટાભાગના અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ છે
 • વંદે માતરમ્ મિશન અંતર્ગત પ્રથમ ફ્લાઇટ મોડી રાત્રે આવશે

આણંદ – ખેડા જિલ્લાના અનેક એનઆરઆઈ વિવિધ દેશમાં ફસાઇ ગયાં છે. જેઓને પ્રથમ ફ્લાઇટ ફિલીપાઇન્સથી આવવાની છે. જેમાં સવાર પોણા ત્રણસો એનઆરઆઈને નડિયાદ ખાતે કોરન્ટાઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ તમામ મુસાફરો વિવિધ રાજ્યના છે. જેમાં મોટા ભાગના મેડિકલ સ્ટુડન્સ છે. આણંદ – ખેડા ઉપરાંત રાજ્યભરના વિદેશમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા માટે વંદે માતરમ્ મિશન અંતર્ગત ફિલીપાઇન્સની પ્રથમ ફ્લાઇટ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર ઉતરી રહી છે. આ ફ્લાઇટમાં કુલ 271 નાગરિકો છે. જેમાં મોટા ભાગના મેડિકલ સ્ટુડન્સ છે. આ તમામ મુસાફરોને પ્રથમ અમદાવાદ ખાતે મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવશે. જેનો રિપોર્ટ આવ્યા બાદ તમામને ખાસ બસ વોલ્વો થકી નડિયાદ લાવવામાં આવશે. બાદમાં તેમને કોરોન્ટાઇન કરવા વડતાલ મંદિર અને નક્કી કરેલી હોટલોમાં ઉતારો આપવામાં આવશે.

હોટલ્સમાં ફી ચુકવવી પડશે
ફિલીપાઇન્સથી આવી રહેલા 271 વ્યક્તિને નડિયાદમાં લાવ્યા બાદ તેમને બે વિકલ્પ આપવામાં આવ્યાં છે. જેમાં ફીલીપાઈન્સથી જે વિદ્યાર્થીઓ સ્વદેશ આવી રહ્યા છે, તેઓને કોરોન્ટાઈન રહેવા માટે 500 રૂમની વ્યવસ્થા વડતાલ મંદિર દ્વારા આપવામાં આવી રહી છે. હાલ કલેક્ટર આઈ.કે. પટેલના માર્ગદર્શન પ્રમાણે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વડતાલમાં કોઇ ચાર્જ નહીં લાગે. આ ઉપરાંત નડિયાદ આસપાસ આવેલી ચારેક હોટલ્સ પણ નક્કી કરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો