તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:કણજરીમાં તબલીઘી જમાતના 25 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા

કણજરી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાન્યુઆરીની આખરમાં કર્ણાટક ગયા બાદ લોકડાઉન થતા અટવાતા મંજૂરી બાદ ખાનગી બસથી આવ્યા હતા

નડિયાદ તાલુકાના કણજરીમાં તબલિગી જમાતના 25 માણસો આવતા તંત્રમાં દોડધામ મચી હતી. કર્ણાટકના બેંગાલુમ ખાતે તબલિગીના સુરા જમાતના 24 માણસો ગત જાન્યુઆરી-2020ની આખરમાં ગયા હતા. એ પછી કોરોના વકરવાની સાથોસાથ લોકડાઉન જાહેર થતા આ લોકો ત્યાં અટવાઇ ગયા હતા. ત્યાંથી એક ખાનગી બસ મારફતે આ લોકો આવી પહોંચતા હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા. કણજરી ગામના 24 માણસો જાન્યુઆરીની આખરમાં કર્ણાટકના બેલગામ જિલ્લાના ખાનપુર ખાતે ગયા હતા. જેમાં 24 માણસો કણજરીના તથા અન્ય એક નજીકના બોરિઆવી ગામનો હતો. સોમવારે વહેલી સવારે 4.30ના સુમારે આ તમામ લોકો ખાસ બસ મારફતે આવી પહોંચ્યા હતા. આ વાતની જાણ આરોગ્ય વિભાગને થતા આરોગ્યની ટીમ પોલીસના માણસો સાથે કણજરી પહોંચતા આ લોકો ઇન્દિરાનગરી અને મદનીપાર્ક વિસ્તારના રહીશ હોવાનું માલુમ પડ્યું હતું. આથી તેઓના ટેમ્પરેચર સહિત આરોગ્યની તપાસણી કરાઇ હતી. કણજરી નરસંડા પીએચસીમાં હસ્તક હોવાથી ત્યાંની ટીમ તથા આરોગ્ય વિભાગની ટીમના માણસોએ જરૂરી કાર્યવાહી હાથ ધરી 14 દિવસના હોમ ક્વોરેન્ટાઇન કરી તેનું પાલન કરવાની સૂચના આપી હતી. 
ધર્મના કામ અર્થે ગયા હતા 
ધર્મ દ્ધારા માણસને બતાવાયેલા રસ્તા પર ચાલીને માનવીય ફરજો અદા કરવી તે જાણવા અને શિખવાનું કામ મહત્વનું છે. તેથી આ કામ અર્થે 24 માણસો કર્ણાટક ગયા હતા. પછી લોકડાઉન ચાલુ થયું એટલે અમે ત્યાંની સરકાર તથા ગુજરાત સરકાર સમક્ષ અમારા ગામ આવવાની વિનંતી કરી હતી. તેથી જરૂરી પ્રક્રિયા બાદ અમે સોમવારની વહેલી સવારે કણજરી આવી ગયા છીએ. અમે તબલિગી સૂરાની જમાતના માણસો છીએ. - અકરમભાઇ વ્હોરા, તબલિગી જમાત, કણજરી

કણજરી આવેલા માણસોની યાદી
1) સિદી્કી એમ. વ્હોરા, 2) અકરમ એ. વ્હોરા, 3) અજીમ એ. શેખ, 4) મહંમદઉંમર વ્હોરા, 5) અહેમદ આર. વ્હોરા, 6) સુભાન જે. વ્હોરા, 7) ઇમરાન એસ. વ્હોરા, 8) મહંમદમાઝ એમ. વ્હોરા, 9) ફૈજાન વાય. વ્હોરા, 10) સિરાજ એમ. વ્હોરા, 11) ફૈયાઝ એ. વ્હોરા, 12) મહંમદ ઐયાન એ. વ્હોરા, 13) રૈયાન એ. વ્હોરા, 14) નઝીર એ. શેખ, 15) રાહિલ એ. વ્હોરા, 16) અરજબ એલ. વ્હોરા, 17) સફી મહંમદ આર. વ્હોરા, 18) યાસીન વ્હોરા, 19) મહંમદ માહિર દિવાન, 20) અમીન એસ. વ્હોરા, 21) સાગીર વાય. વ્હોરા, 22) નોમાન એ. વ્હોરા, 23) ફિરોજ જી. વ્હોરા, 24) મહંમદ હાજમ એસ. શેખ અને 25) સાદી્ક ઇર્શાદ વ્હોરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો