તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકારના વંદે માતરમ્ મિશન અંતર્ગત મોડીરાત્રે ફિલીપાઇન્સ અને યુએસએની ફ્લાઇટ આવી પહોંચી હતી. જેમાં ખેડા જિલ્લામાં 93 જેટલા એનઆરઆઈ મુસાફરોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાં હતાં.તેમજ આણંદ જિલ્લામાં બહારના જિલ્લાના 41 મુસાફરોને સ્થાનિક રીસોર્ટમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જયારે ખેડામાં લાવવામાં આવેલામુસાફરોને વડતાલ સ્વામિનારાયણ મંદિર, જલાશ્રય હોટલ અને પાલમગ્રીન સાથે મોકલવામાં આવ્યાં હતાં. જોકે, દરેકને વતનમાં હેમખેમ આવવાનો આનંદ ચહેરા પર જોવા મળતો હતો. બીજી તરફ તંત્રએ પણ તકેદારીના ભાગરૂપે તમામના મેડિકલ ચેકઅપ કર્યાં હતાં.
એમ.બી.બી.એસ.તો ફિલિપાઇન્સમાં જ પુરું કરવું છે. સોમવારે રાત્રિના વિમાની સેવાથી ફિલિપાઇન્સથી લાવીને બસ સેવામાં આણંદ ખાતે જીલ્લા બહારના 41 જેટલા એનઆરઆઇ વર્ગને સલામત રીતે તંત્ર દ્વારા લાવવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા તપાસણી કર્યા બાદ નિજાનંદ રીસોર્ટ, રામા રેસીડેન્સી સહીત સારસા ખાતે હોમ ક્વૉરોન્ટાઇન કરાયા હતા. તંત્ર દ્વારા સતત મોનીટરીંગ પણ કરવામાં આવનાર છે.
આ અંગે અધિકારી આર.ડી. ભટ્ટે જણાવ્યુ હતું કે, આણંદ જીલ્લામાં વિદેશથી આવેલ યુવકોને સૌ પ્રથમ નીજાનંદ રીસોર્ટમાં (પેઇડ) 26 અને રામા રેસીડેન્સીમાં 1, મેડીસનમાં 4 અને સારસા ખાતે કુલ 10 જણને આરોગ્ય તપાસણી કરાયા બાદ જ હોમ કવૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેઓનું સતત મોનીટરીંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવશે.
સપ્ટેમ્બર સુધી કોલેજો શરૂ નહી થાય
ડોક્ટર બનવાની મારી ઇચ્છા તો એસ.એસ.સી.થી જ હતી. એટલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 78 ટકા આવ્યાં બાદ વિદેશમાં જ MBBS કરવાનું નક્કી થતાં ફિલિપાઇન્સ યુનિવર્સિટીમાં એડમિશન મેળવી ઉપડી ગઇ હતી.કોરોના વાઇરસે ફિલિપાઇન્સને પણ અજગરી ભરડો લીધો અને 10 માર્ચથી લોકડાઉન જારી થતાં ઘરમાં ભરાઇ રહેવાની નોબત આવી હતી. મેડિકલ કોલેજ ઓગષ્ટ - સપ્ટેમ્બરસુધી શરૂ થવાના કોઇ જ એંધાણ નથી. જેથી દેશમાં પરત ફર્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ટેમ્પરેચર ચેક કરાયું હતુ.> વૈશ્નવી કમલકુમાર અમીન, દહેગામ, જિ.ગાંધીનગર
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.