તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડા:નડિયાદના દંતાલી ગામે ગંજીપો ટીચતાં 10 પકડાયાં, પોલીસે 16 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

નડિયાદ 10 મહિનો પહેલા
 • કૉપી લિંક

નડિયાદ તાલુકાના દંતાલી ગામની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન ખેતરમાં કુંડાળુ કરીને હારજીતનો જુગાર રમાતો હોવાની હકીકતના આધારે વસો પોલી સમથકના પીએસઆઇ જી.બી.પરમાર સહિતના સ્ટાફે ત્રાટકી બાવનપત્તાની બાજી માંડીને બેઠેલાં 10 શકુનિને રંગેહાથ જુગટું રમતાં ઝડપી લઇ હવાલાતમાં બંધ કરી દીધાં હતા. જેમાં અરવિંદ  સોલંકી, રમેશ પરમાર, ઇદ્રીશમીંયા મલેક, અર્જૂન સોમાભાઇ બારૈયા, મહેશ પરમાર, રણજીત સોલંકી, જશવંત ઉર્ફે પરમાર, હુસેનમીંયા મલેક, જિજ્ઞેશ સોલંકી અને વિજય ચાવડાનો સમાવેશ થાય છે. પોલીસે જુગારી શખસોના કબજામાંથી રોકડ રૂ.16,150 તથા જુગાર રમવાના સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબજે લઇ તમામ વિરૂધ્ધ જુગારધારાની કલમ અને  ડીસ્ટન્સિંગ નહિ જાળવી જાહેરનામાનો ભંગ કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો