તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:આસુન્દ્રાળી ખાલી થઇ ગયું, કોરોનાની બીકે 700 લોકો ઘર છોડી સીમમાં ખેતરે રહેવા જતા રહ્યાં

મુળી10 મહિનો પહેલાલેખક: જયદેવ ગોસ્વામી
 • કૉપી લિંક
 • 2 કેસ પોઝિટિવ આવતાં ભવાનીગઢના મળી કુલ 3500 લોકોને હોમ કોરન્ટીન કરાયા
 • બહારથી આવતાં લોકોને ચોરી છુપી ઘુસતા રોકવા તાત્કાલીક CCTV લગાવી દેવાયા

આસુન્દ્રાળી ગામના ઉપસરપંચના પત્ની અને ભાણેજને કોરોના પોઝિટીવ આવતા 3500થી વધુ લોકોને હોમ કોરન્ટાઇલ કરાયા છે. ગ્રામજનોની સ્થિતિ અને સગવડની જાણકારી મેળવવા દિવ્યભાસ્કરની ટીમે સ્થળ તપાસ કરતા કોરોનાના ભયને લીધે 1100 વસતી ધરાવતા આ ગામના 700થી વધુ લોકો પોતાના ઘરબાર છોડીને સીમની ઓરડીમાં રહેવા માટે જતા રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. ઉપરાંત  ગામમાં બહાર લોકો છૂપાઇને ન ઘૂસે તે માટે તેની ઉપર બાઝ નજર રાખવા માટે રસ્તાઓ ઉપર સીસી ટીવી કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા છે.

20 સ્વયંસેવકોની ટીમ બનાવી
ઉપસરપંચના પત્ની અને ભાણેજને કોરોના થતા આસુન્દ્રાળી અને ભવાનીગઢમાં ખેતીવાડી અને પશુપાલનનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવતા 700 લોકો કોરોના સંક્રમણ અને કોરોન્ટાઇન થવાની બીકે પોતાના ઘર છોડીને વાડીમાં રહેવા માટે જતા રહ્યા છે. કાયમ પશુને લઇને સીમમાં ફરતા અને વાડીમાં ખુલ્લા વાતાવરણમાં કામ કરવા ટેવાયેલા ગામના લોકોને ઘરમાં રહેવુ તે જેલ જેવુ લાગી રહ્યુ છે. છતા જાગૃતતા દાખવીને નિયમોનું પાલન કરી રહ્યા છે. જે લોકો ઘર છોડીને સીમમાં ગયા છે તેઓ હાલતો પોતાના ઘરમાં રહેલી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ લઇ ગયા છે. અંદાજે મુજબ તેમની પાસે 5થી 10 દિવસ ચાલે તેટલી જીવન જરૂરીયાતની મહત્વની વસ્તુઓ હશે. આ અંગે ગામના મિતેશભાઇ ભરવાડે જણાવ્યુ હતું કે, ગ્રામજનોને જરૂરીયાત હોય તેમને જરૂરી વસ્તુઓ લઇ આપવા 20 સ્વયંસેવકોની ટીમ બનાવાઇ છે.

રોજ 800 લીટર દૂધ ભરવાનું બંધ કરાતા બેવડો માર
ગામના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે.આવી પરિસ્થીતીને લઇને ગામની ડેરી બંધ કરી દેવામાં આવી છે. પશુપાલકો દરરોજ અંદાજે રૂ.40 હજારની કિંમતનું 800 લિટર જેટલુ દૂધ ડેરીમાં ભરે છે. આ દૂધ ડેરીએ લેવાનું બંધ કરી દેવામાં આવતા પશુપાલકોની મુશ્કેલી વધુ ગઇ છે. આટલુ બધુ દૂધ બગડી ન જાય તે માટે દૂધને મળેવીને તેની છાશ કરી ઘી બનાવી રહયા છે. ગામડામાં છાશતો મફત વેચાતી હોય છે. આથી પશુપાલકોને ફટકો પડી રહયો છે.

43 ડિગ્રીમાં સીમમાં રહેવા મજબુર છીએ
હાલ સમગ્ર ગામમાં ભયનો માહોલ છે ત્યારે મોટાભાગનાં લોકો ગામ છોડી ખેતરોમાં રહે છે. ત્યારે અનેક મુશ્કેલી હોવા છતા અમે પરિવાર સાથે ખેતરમાં રહી છીએ. ઉનાળાના કપરા સમયે આકાશમાંથી ધોમધખતો તાપ વરસી રહ્યો છે. 43 ડીગ્રીમાં સીમમાં રહેવા અમે મજબુર છીએ.>  ભરત બોરીચા, સ્થાનિક 

જિલ્લામાં કોરોનાના વધુ 3 શંકાસ્પદોના રિપોર્ટ નેગેટિવ
સુરેન્દ્રનગરની 20 વર્ષની યુવતી અમદાવાદમાં રહી હતી. 70 વર્ષના એક વૃદ્ધને શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો જણાય તેમજ 1 આરોપીના પણ સેમ્પલ લેવાયા હતા.  ત્યારે  આ ત્રણેય શંકાસ્પદ રિપોર્ટ નેગેટિવ આવ્યાનું જિલ્લા સિવિલ સર્જન ડો. એચ.એમ.વેસેટીયને જણાવ્યું હતું.

સાયલાના 12 જણ કોરોન્ટાઇન
ટ્રાવેલીંગ હિસ્ટ્રીના કારણે સાયલા આરોગ્ય વિભાગના હેલ્થ સુપરવાઇઝર જી.કે.શાહ અને કર્મચારીઓએ ગોરડીયા હનુમાન વિસ્તાર અને દલીત વિસ્તારના 2 ઘરના કુલ 12 વ્યકિતને હોમ કોરોન્ટાઇન કરાયા છે. જેમાંના એક મહિલાનું સેમ્પલ લેવામાં આવ્યું છે. આ બાબતે આરોગ્ય અધિકારી હિતેષભાઇ મકવાણાના જણાવ્યા મુજબ ખીંટલા ગામ સહિત શંકાસ્પદ કોરોના રીપોર્ટ માટે 3 સેમ્પલ રાજકોટ મોકલી આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો