તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મૂળી તાલુકાના આસુન્દ્રાળી ગામના ઉપસરપંચના પત્ની અને ભાણેજને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા ગામમાં ભયના માહોલ સાથે સોપો પડી ગયો છે. લોકડાઉન પહેલા અમદાવાદ દવા લેવા માટે ગયા હતા. જયા શાહપુરમાં રહેતી તેમની દિકરીને ત્યા જ રોકાઇ ગયા હતા. પરંતુ લોકોડાઉન લંબાતા ઉપસરપંચ કાર લઇને પત્નીને લેવા માટે અમદાવાદ ગયા હતા. જયાથી કોઇ પણ જાતની પાસ કે પરમીટ વગર કારમાં પત્ની અને ભાણેજને લઇને આસુન્દ્રાળી ગામમાં ઘસ્યા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી હતી.મહિલા અને બાળકોનો ચેપ ગામના અન્ય લોકોને ન લાગે તે માટે આસુન્દ્રાળી અને ભવાનીગઢ એમ બંને ગામના 3500થી વધુ લોકોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
આસુન્દ્રાળીના ઉપસરપંચના પત્ની તા. 25 એપ્રિલનાં રોજ અમદાવાદ ગયા હતા. ત્યાર બાદ તા. 6 મેનાં રોજ ત્યાંથી કોઇપણ જાતની મંજુરી વગર ભાણેજને સાથે પરત આવતાં આરોગ્યની ટીમ દ્વારા તેમને હોમકોરોન્ટાઇન કરાયા હતા. શનિવારે ભાણેજ અને મહિલાનો કોરના રિપોર્ટ પોઝિટિવ આવતાં રવિવારે આરોગ્ય વિભાગની 7 ટીમો બે સુપરવાઇઝર અને એક મેડીકલ ઓફિસર દ્વારા આસુન્દ્રાળી અને ભવાનીગઢ બન્ને ગામનાં 3500થી વધુ લોકોને કન્ટેઇનમેન ઝોનમાં રાખવામાં આવ્યા છે. જયારે કોઇ અણબનાવ ન બને તે માટે 10થી વધુ પોલીસ જવાનો હોમગાર્ડ સહિતનાં સ્ટાફ ખડેપગે કરાયો છે. સાથે સમગ્ર ગામને ફરતે પતરા વડે અને મુખ્યપ્રવેશ દ્વાર બંધ કરી દેવાયો છે. હાલમાં સંજોગોને જોતા દુધ મંડળી બંધ કરાતા બન્ને ગામનાં બે હજારથી વધુ દુધ ઉત્પાદકોને હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે.
રાયસંગપર, ખંપાળીયા બફર ઝોન જાહેર કરાયાં
પોઝિટીવ કેસનો ભોગ બનનારના ગામ નજીકના ગામ સાથે સંપર્કમાં હોય તેવા વિસ્તારને ચકાસણી તેમજ સાવચેતી માટે તંત્ર દ્વારા બફર ઝોન જાહેર કરે છે. જેના કારણે એકબીજા ગામના લોકો કેસના લોકો સાથે સંપર્કમાં આવ્યા છે કે નહીં સહિતની માહિતી તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવે છે. આથી એકી સાથે બે પોઝિટીવ કેસ આવ્યા છે તે ગામની બાજુનાં રાયસંગપર અને ખંપાળીયા ગામને બફર ઝોન જાહેર કરી સર્વે તેમજ સમગ્ર આસુન્દ્રાળી ગામને સેનેટાઇઝ કરવા સહિતની વિગતો તંત્ર મેળવી રહ્યું છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.