તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘર વાપસી:માણસામાં નેતાઓ-તંત્રની ખેંચતાણ વચ્ચે 169 શ્રમિકો સ્વખર્ચે વતન ભણી

માણસા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસના નેતાઓ પાવતી ન મળતા પૈસા આપ્યા વગર પરત ફર્યા

માણસામાં કોલેજ ગ્રાઉન્ડમાંથી મંગળવારે વધુ 169 શ્રમિકોને તેમના વતન તરફ રવાના કરાયા હતા. બિહારના 169 શ્રમિકોને નોંધણી મુજબ મંગળવારે કોલેજ ગ્રાઉન્ડ ખાતે બોલાવાયા હતા, જ્યાં તંત્ર દ્વારા તેઓનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. વતન જતા શ્રમિકોને ભાજપ નેતા ડી. ડી. પટેલ દ્વારા માસ અને આયુર્વેદિક ગોળીઓનું વિતરણ કરાયું હતું. જ્યારે જીઆઇડીસી એસોસિએશન દ્વારા તેઓને નાસ્તા-પાણી અપાયા હતા. આ સમયે પહોંચેલા ધારાસભ્ય સુરેશભાઈ પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓએ અભિયાન અંતર્ગત શ્રમિકોનું ભાડું ચૂકવવા માટેની તૈયારી બતાવી હતી. જોકે તેઓએ પાવતી આપવાની માંગણી કરતાં મામલતદારે આવી કોઈ  પાવતી આપી શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું. જેને પગલે કોંગ્રેસના આગેવાનો શ્રમિકોને રકમ આપ્યા વગર પરત ફર્યા હતા. બીજીતરફ શ્રમિકો સ્વખર્ચે રવાના થયા હતા. 
કોંગ્રેસ સીધા શ્રમિકોને રકમ આપી શકે છે
મામલતદાર ડો. જે.એમ .શાહે જણાવ્યું કે, કોંગ્રેસના આગેવાનો પ્રવાસી શ્રમિકોને સીધા ભાડાની રકમ આપી શકે છે, તેમાં અમને કોઈ વાંધો નથી. અમે મુસાફર અને ટ્રેન વચ્ચે માત્ર સેતુ છીએ, અહીં આપેલી રકમના બદલામાં તેઓને ત્યાં ટિકિટ મળશે. જેથી રેલવે સ્ટેશન પર ખોટી ભીડ ન થાય. કોંગ્રેસના આગેવાનોની માંગણી મુજબની પાવતી આપવાની કોઈ પહોંચ બુક અમારી પાસે નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો