તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કારથી બાઇકને ટક્કર મારી મારવાનો પ્રયાસ કરનારો ઝબ્બે

માંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારથી બાઇકને ટક્કર મારી મારવાનો પ્રયાસ કરનારો ઝબ્બે

માંડલ તાલુકાના માલણપુર ગામમાં રહેતા એક ઇસમને થોડા સમય અગાઉ ગામમાં જ રહેતા એક શખ્સ સાથે અગાઉની બાબતના ઝઘડાનું મનદુખ રાખી કારથી બાઇકને ટક્કર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનારા શખ્સને માંડલ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.માંડલ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, માાંડલથી 5 કીલોમીટર દૂર આવેલા માલણપુર ગામમાં રહેતા વાસુદેવભાઇ ભવનભાઇ જાદવના દાદા રામાભાઇ રાણાભાઇ તથા અજીતભાઇ જાદવ કુટુંબી માનુભાઇ વેલાભાઇ વચ્ચે એક માસ અગાઉ કોઇ બાબતે ઝઘડો થયો હતો.

ત્યારે વાસુદેવભાઇ જાદવ તેમને છોડાવવા માટે ગયા હતા. તે ઝઘડાનું મનદુખ રાખી વાસુદેવભાઇ જાદવ બાઇક લઇને તા. 10 ઓગસ્ટના રોજ માંડલ કોઇ કામ માટે આવ્યા હતા અને ત્યાંથી પરત જઇ રહ્યા હતા ત્યારે માલણપુર ગામના હાર્દિકભાઇ અજીતભાઇ જાદવે કારથી તેમના બાઇકને ટક્કર મારી હતી. જેમાં વાસુદેવભાઇને ઇજા થઇ હતી. જે બાબતે વાસુદેવભાઇએ માંડલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી માંડલ પોલીસે હાર્દિકભાઇ જાદવને ઝડપી લીધો હતો. વધુ તપાસ પીએસઆઇ સંદિપકુમાર ઇશ્વરભાઇ પટેલ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...