વેડફાટ:માંડલમાં પીવાના પાણીનો થતો વેડફાટ

માંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માડલ શહેરમાં માંડલ ગ્રામ પંચાયતના બોર દ્વારા પીવાનું પાણી ત્રણ વખત પીવાનું પાણી આપે છે. જેને લીધે અમુક નગરજનો પાણીનો બેફામ વેડફામ કરે છે. ત્યારે ચબૂતરા ચોક પાસે ગામ પંચાતના બોરમાંથી બોર ઓપરેટર વિષ્ણુભાઈ અમૃતલાલ પંચાલ જેઓ દિવસમાં ત્રણ વાર પાણી આપે છે.

ત્યારે અમૂક નગરજનોનંુ કહેવું છે કે બોર ઓપરેટર માંડલ ત્રણ રસ્તા પર હોટલ તથા મીનરલ વોટરવાળાના મોટા ટાંકા, હોજ ભરવા માટે દિવસમાં ત્રણ વાર પાણી આપે છે. આ બાબતે અગાઉ માંડલ ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન કૌશિકભાઇ ઠાકોરને પણ જાણ કરી છે. તેમ છતાં હજુ પણ દિવસમાં ત્રણ વાર પાણી આપવામાં આવે છે. જેના પગલે અમુક નગરજનો જાહેર રસ્તાઓ ઉપર પાણી ઢોળે છે અને પાણી ઢોળવાથી ખાડાવાળા રસ્તામાં પાણી ભરાઇ રહે છે.

અન્ય સમાચારો પણ છે...