તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:માંડલમાં પાણીની ટાંકી પાસે પીવાના પાણીનો બેફામ વેડફાટ

માંડલ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભોળાનાથ કોમ્પલેક્સમાં જવાના માર્ગ ઉપર પાણીની રેલમછેલ

માંડલમાં ચબુતરા ચોકમાં આવેલી પાણીની ટાંકી પાસે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ત્યારે આ પીવાના પાણીની ટાંકીમાંથી ચબુતરા ચોક વિસ્તાર, ભરવાડવાસ, પરાવાસ, બારોટવાસ, એસટી સ્ટેન્ડ, ઠાકોરવાસ, દલિતવાસ, પરાવાસ, રામપુરા ચોકડી , રામાનંદ સોસાયટી, ચાણકીય પાર્ક સોસાયટી, ગુરૂકૃપા સોસાયટી, અંબિકાનગર, વૈભવ લક્ષ્મી વગેરે વિસ્તારોમાં આ ટાંકીમાંથી પીવાનું પાણી સપ્લાય થાય છે. ત્યારે આસપાસના વિસ્તારના લોકો જણાવે છે કે બોર ઓપરેટર પાણીની મોટર ટાંકી ભરાઈ જાય ત્યારે મોટર બંધ કરતો નથી અને બોર ઓપરેટર હાજર રહેતો નથી. જેથી ટાંકી ઓવરફ્લો થઇ જતાં પાણીનો વેડફાટ થાય છે.

અમુક પાણીની લાઈનોમાં વાલ્વમાંથી પાણી પુષ્કળ પ્રમાણમાં લીકેજ થાય છે. જેના લીધે ભોળાનાથ કોમ્પલેક્સમાં જવાના માર્ગ પર પાણીની રેલમછેલ થાય છે. ત્યારે થોડા સમય પહેલા પાણીની ટાંકી પાસેપાઈપલાઈન નાખવા માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. કેટલાક સમયથી પાઈપો નાંખી ખાડા પૂરવામાં ન આવતા વાલ્વમાંથી લીકેજ પાણી ખાડામાં ભરાઇ રહે છે. જેના લીધે આસપાસમાં રહેતો લોકો, નાના બાળકો પાણીમાં પડી જવાનો ભય રહેલો છે. જેથી વહેલી તકે પાણીની ટાંકી પાસે ખોદેલા ખાડા પૂરવામાં આવે અને વાલ્વમાંથી લીકેજ પાણી બંધ કરવામાં આવે જેથીભોળાનાથ કોમ્પલેક્સ જવાના માર્ગ પર પાણીની રેલમછેલ ન થાય. આ માર્ગ પર સ્વચ્છતા જળવાઇ રહે તેમ માંડલના જાગૃત નાગરિક કિર્તીભાઈ ભીખાભાઈ ઠાકોર જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો