તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:માંડલ તાલુકા પંચાયત પાસેથી બેફામ ખનીજ ચોરી

માંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોંકળા પાસેથી રાતના સમયે થતી બેફામ ચોરી, સરકારી સંપત્તિને નુક્સાન

માંડલ શહેર અને આસપાસના વિસ્તારમાં રાત્રિના સમયે ખનીજ માફિયાઓ રેતી અને માટીની ચોરી કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક તંત્ર કુંભકર્ણની નીંદર માણી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે માંડલ ત્રણ રસ્તા પાસે આવેલા નવા પુલ નિચે માંડલ તાલુકા પંચાયત પાસે વોંકળામાંથી અમુક ખનીજ ચોરો રાતના સમયે અંધારાનો લાભ લઈ રેતી ચોરી કરે છે. રેતી ચોરી કરવા માટે જેસીબી મશીન ટ્રેક્ટર વગેરે વાહનો દ્વારા રેતીની ચોરી કરાઇ રહી છે.

વોકળાની બાજુમાં જ માંડલ તાલુકા પંચાયતની કચેરી આવેલી હોવા છતાં ચોર ઈશમો સરકારી સંપત્તિ ગણાતી રેતીની ચોરી કરી ચોરો રાતોરાત કરોડપતિ થઈ ગયા છે. માંડલથી વિરમગામ જતા માર્ગ પર ઘાકડી ગામથી ભોજવા ગામ સુધીના હાઇવે ઉપર આવેલા દશામાના મંદિરની બાજુમાં અમુક રેતી ચોર અંધારાનો લાભ લઇ બેફામ માટી ચોરી કરી રહ્યા છે. સરકારી ગૌચર જમીનમાંથી જેસીબી મશીનથી માટી ખોદી હજારો ટન રેતીમાટી કાઢીને ડમ્પર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહી છે.

ત્યારે ભોજવા વિરમગામ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કન્ટ્રક્શન અને નવા ફલેટોમકાનો બનતા હોય રેતી માટીની ખૂબ જ મોટી માંગ છે. ત્યારે રેતી માટી ચોરી ઈસમો રાતના સમયે કરોડો રૂપિયાની સરકારી સંપત્તિનેનુકસાન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...