તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:માંડલમાં કપાસના જીનમાંથી ઊડતી રજકણોથી પરેશાની

માંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જીનમાં ખુલ્લામાં મશીન દ્વારા કાલામાંથી રૂ અલગ કરતાં સમયે ઝીણી રજકણો ઊડે છે

માડલ મધ્યમાં આવેલા કાલાકપાસની ઘી માંડલ કોટન સેલ્સ સોસાયટીમાંથી હાલમાં કપાસની સિઝન ચાલી રહી છે. ત્યારે વર્ષોથી ઉનાળાની સિઝનમાં આ જીનમાં બહારથી કપાસ આવતો હોવાથી તેમાંથી રૂ તથા કપાસીયા અલગ મશીન દ્વારા કરવામાં આવે છે. જે કામગીરી આ જિનમાં કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી સોસાયટી જીન દ્વારા કાલા કપાસ ફોલવા માટેનું મશીન લાવવામાં આવ્યું છે. જેમાંથી કાલામાંથી રૂ તથા કપાસિયા ઠાલીયા વગેરે અલગ થાય છે.

ત્યારે આ મશીનો જીનમાં ખુલ્લા મેદાનમાં રાખવામાં આવ્યા છે. મશીનો ચાલુ હોય ત્યારે આ કાલા ફોલવાના મશીનમાંથી મોટા પ્રમાણમાં કપાસની રજકણો ઉડે છે. આ રજકણો માંડલના મુખ્ય માર્ગ પર ઉડીને આવતી હોવાથી રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો તથા રાહદારીઓના શ્વાસમાં જતી હોવાથી મુશ્કેલી સર્જાય છે. રજકણો ઉડવાથી શહેરીજનોને શરદી ઉધરસ, તાવ, ગળુ બેસી જવુ, જેવી તકલીફ થાય છે. માંડલ સોસાયટી જીનમાં રહેલા કાલા ફોલવાના મશીનથી ઉડતી રજકણો બંધ થાય તેવી માંડલ સોસાયટી જીન દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ તેવું સ્થાનિક દુકાનદારો, રહીશોનુ કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો