નગરની છબી ખરાબ:માંડલ નગરમાં તહેવાર ટાણે સાફ સફાઇના અભાવે ઠેર ઠેર ગંદકી

માંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડલ ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય સફાઇ ન થતી હોવાથી દિવાળી સમયે નગરની છબી ખરાબ થવાની સંભાવના

માંડલ શહેરમાં તહેવારને ટાણે જ માંડલ ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઇ અભીયાન હાથ ન ધરાતા ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે દિવાળીના પર્વને માત્ર બે દિવસ બાકી છે. ત્યારે માંડલ શહેરમાં બાવીસી બજાર વિસ્તાર, શાક માર્કેટ, ચબુતરા ચોક, માંડલ ગ્રામ પંચાયત પાસે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. વેપારીઓ કચરો રોડ ઉપર નાખે છે અને માંડલ ગ્રામ પંચાયત દ્વારા સફાઇ કર્મીઓ રસ્તાઓની સફાઈ કામગીરી કરતા નથી.

માંડલ ત્રણ રસ્તાથી લઈ ચબુતરા ચોક સુધીના મુખ્ય માર્ગો સાફ સફાઇના અભાવે રોડ ઉપર મોટા પ્રમાણમાં રેતી ધુળ આવી ગઈ છે. જેના લીધે જ્યારે રોડ ઉપરથી વાહન પસાર થાય ત્યારે ખુબ ધૂળ ઉડે છે. જેને લીધે વેપારીઓને ઘંઘો વેપાર કરવામા ંહાલાકી પડે છે. તેમજ માંડલ ત્રણ રસ્તા પાસે માંડલ એપીએમસી માર્કેટ સામે પુલના ઢાળ પાસે બેફામ ગંદકી થાય છે. ભંગારવાહનો મૂકી દેવાયા છે.

ત્યારે માંડલ ત્રણ રસ્તા પર આવેલા ખાણીપીણીની લારીઓ પાણીપુરીની દાબેલીની લારીઓ અને દુકાન ધરાવતા વેપારીઓ સાંજના સમયે નકામો કચરો પુલના ઢાળના છેડાએ નાંખી દે છે. ત્યારે માંડલ ગ્રામ પંચાયત દ્વારા વહેલી તકે માંડલ શહેરમાં બાવીસી બજાર વિસ્તાર તથા ચબુતરો ચોકમાં તથા મુખ્ય માર્ગો ઉપર સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...