તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોર બેફામ:માંડલના નવાગામ અને રીબડી સીમમાંથી વીજવાયરની ચોરી

માંડલ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • થાંભલા પરથી 2.70 લાખના વાયર ચોરાયા

માંડલ તાલુકાના નવાગામ એજી ફીડર અને રીબડી નાના ઉભડા કેનાલ તરફના વીજ થાંભલા પરથી વાયર ચોરી ગયા અંગેની પોલીસ ફરિયાદ માંડલ પોલીસ સ્ટેશનમાં વીજ કંપનીના ઇજનેરે નોંધાવી છે.

માંડલ તરફના માર્ગ પર આવેલી વેરા વેરહાઉસની બાજુમાંથી પસાર થતી વીજ થાંભલાના 33 ગાળાના વીજવાયર અને એડલા ચોકડીથી રીબડી તરફના વીજ થાંભલાના 21 ગાળાના વીજવાયર, રીબડી કેનાલથી નાના ઉભડા કેનાલ સુધીના વીજ થાંભલાના આશરે 24 ગાળા, 11 કેવી નવાગામ એજી ફીડર બાય ફરગેસન થાંભલાના 45 ગાળા સાથે કુલ 78 ગાળાના વીજ વાયર જેની બજાર કિંમત અંદાજે રૂ.2.70.000ના મુદ્દામાલની અજાણ્યા શખ્સોએ ચોરી કર્યા અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. આ અંગેની વધુ તપાસ માંડલ પોલીસ સ્ટેશનના નીતીશકુમાર મકવાણા એ .એસ.આઈ. કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંવાળ પંથકમાં તસ્કરોની ટોળકી સક્રિય બની છે. તેઓ મકાન ઉપરાંત સરકારી મિલકતને પણ નુકસાન કરી રહ્યા છે. 2.70 લાખની કિંમતના વીજવાયરો ચોરાતા તંત્રમાં દોડધામ મચી છે. ખેતરોમાંથી વાયરોની ચોરી થતાં ખેડૂતોમાં પણ ચીંતા પ્રસરી ગઇ છે. રાતના સમયે પોલીસના પેટ્રોલિંગમાં વધારો કરવા કાં હોમગાર્ડના પોઇન્ટ વધારવા માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો