તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિઠ્ઠલાપુર ચાર રસ્તા પાસેથી એક યુવકનુ અપહરણ કરનારા 4 આરોપીઓને વિઠ્ઠલાપુર પોલીસે અરવલ્લી પોલીસની મદદથી ઝડપી લઇ અપહૃતનો છુટકારો કરાવ્યો હતો. પકડાયેલા 4 આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. વિઠલાપુર પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીની કલાકોમાં અપહણરનો ભોગ બનનાર મનીષકુમાર અજમલભાઈ વાલીયાનું (ઉંમર વર્ષ 20 રહે બાયડ અરવલ્લી) વિઠલાપુર ચોકડી પાસેથી અજાણ્યા ત્રણ ઈસમોએ સફેદ રંગની બોલેરો ગાડીમાં તેનું અપહરણ કરી વિરમગામ બાજુ ગાડી ભાગી ગયા હતા.
ફરિયાદ મળતા આસપાસના પોલીસ સ્ટેશનમાં તેમજ જિલ્લાઓમાં નાકાબંધી કરાઇ હતી. ત્યારે વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ મનોહરસિંહ વાઘેલા તથા પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ કમાભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ તથા અલોર સંજયભાઈ તથા જયેન્દ્રસિંહ તથા શક્તિસિંહ વગેરે સ્ટાફના માણસોએ જુદી-જુદી ત્રણ ખાનગી ગાડીઓ લઈ વિરમગામ તથા મહેસાણા તથા હિંમતનગર તરફ તપાસ કરવા નીકળ્યા હતા.
આરોપીઓ ભોગ બનનારને લઈ પોતાનું વતન બાયડ તરફ લઈ જતા હોવાથી ચોક્કસ બાતમીના આધારે વિઠલાપુર પોલીસ દ્વારા સાબરકાંઠા એલ.સી.બી.ના પીએસઆઇ મહીપતસિંહ ચંપાવત પાસે મદદ માંગતા તેઓ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેકટર મોરીમા તથા તેમની એક ટીમ મદદમાં આવી હતી.
વિઠલાપુર પોલીસની ટીમ અને એલસીબી સાબરકાંઠાની ટીમની મદદથી આરોપીને ઝડપી લીધા હતા.વિઠલાપુર પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી આગળની વધુ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે. ઝડપાયેલા આરોપીઓમાં તખાભાઇ અમરાભાઇ તરાડ, વનરાજભાઇ પરથીભાઇ તરાડ, કાળા ભાઈ દેવાભાઈ ખાટ, સબીરભાઈ બાબરભાઈ ખાટનો સમાવેશ થાય છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.