ક્રાઇમ:માંડલના ટેન્ટ ગામે પત્નીની હત્યા કરી હત્યારો પતિ ફરાર

માંડલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આસપાસના લોકોએ પોલીસને જાણ કરતાં લાશને પીએમ માટે ખસેડી

માંડલ તાલુકાના ટેન્ટ ગામમાં રહેતા એક પરિવારમાં પતિએ પત્નીની હત્યા કરી ફરાર થઇ જતાં ચકચાર મચી છે. બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે દોડી દઇ લાશને પીએમ માટે મોકલી ફરાર હત્યારાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. માંડલ તાલુકાના ટેન્ટ ગામમાં આવેલી અમદાવાદીયુપરામાં રહેતા જયંતીજી ઘીરુજી ઠાકોર તથા તેમની પત્ની લાડુબેન સાથે રહેતા હતા. ત્યારે શનિવારના રોજ ઘરમાં લાડુબેન હાજર હતા. તે દરમિયાન તેમના પતિ જયંતીજીએ આવી કપડાના પટ્ટાથી ગળુ દબાવી હત્યા કરી ફરાર થઈ ગયા છે.

ત્યારે આસપાસના લોકો દ્વારા માંડલ પોલીસને બનાવ અંગે જાણ કરતા માંડલ પોલીસ બનાવ સ્થળે આવી પંચનામું કરી મહિલાના મૃત્યુદેહને પીએમ માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. પીએમ બાદ મુત્યુદેહને પરિવારના સભ્યોને સોંપ્યો હતો. આરોપી પતિ જયંતીજી ઘીરુજી ઠાકોર ફરાર હોવાનું માંડલ પોલીસે જણાવ્યું હતું અને પતિએ પત્નીની હત્યા કયા કારણોસર કરી છે તે જાણવા મળ્યું નથી. જે બાબતની ફરિયાદ નવઘણભાઈ ઠાકોર (મોટા ઉભડા) દ્વારા માંડલ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...