તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:લોકડાઉનમાં બંધ માંડલની 4 રૂટની બસ ફરી શરૂ કરાતાં આનંદ ફેલાયો

માંડલ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંડલ પંથકમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા એસટી તંત્રએ મુસાફરોના હિતમાં નિર્ણય લીધો

શહેરમાં લોકડાઉનમાં બંધ કરાયેલી અલગ-અલગ ચાર રૂટોની બસો ફરી શરૂ કરાતા મુસાફરોમાં રાહતની લાગણી જોવા મળી છે. ત્યારે કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાતા એસ.ટી.તંત્ર દ્વારા માંડલ શહેરમાં આવતી ચાર રૂટની બસ હાલ ફરી શરૂ કરી છે.

જેમાં વહેલી સવારે માંડલથી 5.30 વાગે ઉપડતી માંડલ- અમદાવાદ રૂટની બસ તેમજ સવારે 6:30 વાગે માંડલથી ઉપડતી માંડલ રાજકોટ અને 6:30 વાગે માંડલથી ઉપડતી માંડલ રામપુરા કડી કલોલ અંબિકા અમદાવાદ તથા સવારે સવારે9.45 વાગે ઉપડતી માંડલસુરેન્દ્રનગર અને બપોરે 2.30 વાગે માંડલથી માંડલ સુરેન્દ્રનગર રૂટની બસ ફરી શરૂ કરવામાં આવી છે.જેથીમુસાફરોમાં આનદની લાગણી જોવા મળી છે. કોરોના કાળમાં લાંબા સમયથી બસો બંધ રહેતા મુસાફરોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડતી હતી.

અન્ય સમાચારો પણ છે...