ધરપકડ:માંડલના ટેન્ટ ગામે પત્નીની હત્યા કરનારો પતિ ઝડપાયો

માંડલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માંડલ પોલીસ આરોપીને પકડવામાં ફાંફ‌ાં મારતી રહી અને વિરમગામ પોલીસે રામમહેલ મંદિર પાસેથી ઝડપી લીધો

માંડલ તાલુકાના ટેન્ટ ગામમાં પતિએ પત્નીની ગળે ટૂંપો આપી હત્યા કરી ફરાર થઇ જવાના બનાવમાં વિરમગામ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીને પકડવામાં માંડલ પોલીસ ફાંફાં મારી રહી હતી અને વિરમગામ પોલીસે તેને ઝડપી લીધો હતો.

માંડલ તાલુકાના ટેન્ટ ગામે થોડા દિવસો અગાઉ પત્નીની હત્યા કરી હત્યારો પતિ જયંતીભાઈ ઘીરુજી ઠાકોર ફરાર થયો હતો. ત્યારે બુધવારે બાતમીના આધારે વિરમગામ ખાતે તે આવવાનો હોવાની બાતમી વિરમગામ પીએસઆઈ એમ એ વાઘેલાને મળી હતી. જે બાતમીના આધારે વિરમગામ ટાઉન પોલીસે ટીમો બનાવી બાતમીવાળી જગ્યાએથી આરોપી જયંતીજી ઘીરુજી ઠાકોર (ઉંવ. 45) આવતા તેને ઝડપી લીધો હતો. આજરોજ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.એ વાઘેલાને મંાડલ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો આરોપીને પકડવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના કરી હતી. જે આધારે ખાનગી બાતમીદારથી વિરમગામ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં ફરર આરોપી રામમહેલ મંદિર પાસે કોઈ અંગત કામ સારું આવવાનો છે. જે હકીકતના આધારે વિરમગામ ટાઉન પોલીસ પી.એસ.આઈ એમ એ વાઘેલા તથા સ્ટાફના માણસોએ ટીમ બનાવી વિરમગામ રામ મહેલમંદિર પાસે વોચ રાખી નાસતો ફરતો આરોપી જયંતીજી ઘીરુજી ઠાકોર બાઇક લઈ આવતા ઝડપી પાડયો હતો. માંડલ પોલીસે આરોપીને રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી કરી છે. માંડલ પોલીસ આરોપીને પકડવામાં ફાફા મારતી રહી અને વિરમગામ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...