તસ્કરી:માંડલમાં એક જ રાતમાં 3 સ્થળે તસ્કરો ત્રાકટ્યા, લાખોની ચોરી

માંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડલ યુજીવીસીએલ ઓફિસ તેમજ બાલાજી ઇન્ડસ્ટ્રીઝ તથા જોહનડીયર ટેક્ટરના શોરૂમ સહિત 3 સ્થળે ચોર ગેંગ સક્રિય થતાં રૂપિયા 1.40 લાખની રકમની ચોરી. - Divya Bhaskar
માંડલ યુજીવીસીએલ ઓફિસ તેમજ બાલાજી ઇન્ડસ્ટ્રીઝ તથા જોહનડીયર ટેક્ટરના શોરૂમ સહિત 3 સ્થળે ચોર ગેંગ સક્રિય થતાં રૂપિયા 1.40 લાખની રકમની ચોરી.

માંડલ શહેરથી 2 કિલોમીટર દૂર આવેલા માંડલ યુજીવીસીએલ ઓફિસ તેમજ બાલાજી ઇન્ડસ્ટ્રીઝ તથા જોહનડીયર ટેક્ટરના શોરૂમ સહિત 3 સ્થળે ચોર ગેંગ સક્રિય થતાં રૂપિયા 1.40 લાખની રકમની ચોરી કરી પલાયન થઈ જતા માંડલ પોલીસે ફરિયાદના આધારે પોલીસ ચોર ગેંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને બે દિવસથી વરસાદી વાતાવરણ થયું છે. શુક્રવારે રાત્રે ખૂબ જ વધુ પ્રમાણમાં ધુમ્મસ હોવાનો ગેરલાભ લઇ માંડલથી 2 કિલોમીટર દૂર આવેલા યુજીવીસીએલની ઓફિસ કમ્પાઉન્ડ વોલ પર ફેન્સીંગ તાર તોડી ઓફિસમાં તસ્કરો પ્રવેશ કરી અંદર તીજોરીને તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોક ન તુટતા તસ્કરોને રોકડ રકમ હાથ લાગી ન હતી. ઓફિસમાં અંદાજે રૂપિયા એક લાખ 35 હજારનુ નુકસાન કર્યા હોવાનું જીઈબી અધિકારી કાજલબેને જણાવ્યું હતું.

જીઇબી ઓફિસમાં સીસીટીવી કેમેરા પણ લગાવેલ નથી. જ્યારે જોહનડિયર ટેકટરના શોરૂમની ત્રણ દુકાનોના શટર હથિયાર વડે તોડી અંદર ઘુસી જઈ ટેબલ કાઉન્ટર ખોલી તેમાંથી રોકડ રકમ 3000ની રોકડ રકમ ચોરાઈ હોવાનું શોરૂમના માલિક હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું. તો બનાવ માલપુર ગામના પાટિયા પાસે આવેલ બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરો આવીને કમ્પાઉન્ડનો સીસીટીવી કેમેરો ઉંધો કરી કેમેરાના કેબેલ તોડી ઓફિસમાંથી રૂપિયા એક લાખ ૩૫ હજારની રોકડ રકમ ચોરાઈ હોવાનું બાલાજી ઇન્ડસ્ટ્રીઝના માલિક શ્યામભાઈ પટેલે જણાવ્યું છે ત્યારે આ ત્રણ સ્થળે ચોરીના બનાવ બનતા માંડલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...