તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:માંડલમાં શટલિયા ચાલકો વધુ ભાડું વસૂલતાં રોષ, માંડલ-વિરમગામ વચ્ચે દોડતા શટલિયા

માંડલએક મહિનો પહેલા
 • કૉપી લિંક

માંડલમાં માંડલથી વિરમગામ માર્ગ પર રોજિંદા મુસાફરો અવર-જવર કરાવતા શટલિયા વાહનો એસ.ટી.બસ કરતા વધુ ભાડુ લેતા હોવાનું મુસાફરો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે માંડલથી ફુલકીનું ભાડુ બસમાં રૂ. 13 ચાલે છે. ત્યારે માડલના શટલીયા વાહનો રૂપિયા 20 લે છે અને માંડલથી વિરમગામનું ભાડું બસમાં રૂપિયા 19 ચાલે છે. ત્યારે શટલીયા વાહનો રૂપિયા 30 રૂપિયા લે છે. આમ શટલીયા વાહન ચાલકો ખુલ્લેઆમ પોલીસ આરટીઓના ડર વિના ગાડીમાં ઘેટા બકરાની જેમ મુસાફરો બેસાડી અવરજવર કરાવેછે અને ભાડુ દોઢ ગણુ વઘારે લઇ રહ્યા છે.

તેમછતા પોલીસ તંત્ર અને આરટીઓ આંખે હપ્તાના પાટા બાંધી તમાશો જોતા હોય તેમ લાગે છે. આવા શટલીયા વાહનો સામે લિમિટ કરતાં વધુ મુસાફરો ભરી ફરતા હોવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી. ત્યારે ગુજરાતી એસટી તંત્રના વાકે મુસાફરોને ના છૂટકે વધુ ભાડું ખર્ચી ખાનગી શટલિયા વાહનોમાં ઘેટા બકરાની જેમ બેસી મુસાફરી કરવી પડે છે.

ત્યારે ગુજરાત એસટી તંત્ર દ્વારા માંડલ વિરમગામ અમદાવાદ રૂટ પર ફરતી મોટાભાગની લોકલ બસોને એક્સપ્રેસ કરી દેવામાં આવી છે. જેના લીધે માંડલ વિરમગામ અમદાવાદ વચ્ચેના ગ્રામ્ય વિસ્તારના લોકોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે અને બપોરે 12 વાગ્યાથી 5:00 વાગ્યા સુધીમાં માડલથી અમદાવાદ જવા માટે એક પણ લોકલ બસની સુવિધા નથી. જેથી એસટી ડેપો દ્વારા બપોરની બસ શરૂ કરવા માગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો