તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:માંડલમાં 15 દિવસથી SBI એટીએમ બંધ રહેતાં હાલાકી, ખાતેદારો પરેશાન

માંડલ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડલ શહેરમાં એસટી બસ સ્ટેન્ડ રોડ ઉપર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું ભારતીય સ્ટેટ બેન્કનું એટીએમ ટેકનિકલ ખામી સર્જાતા પંદર દિવસથી બંધ છે. જેને લીધે રોજના અસંખ્ય એટીએમ કાર્ડ ધરાવતા ખાતેદારોને રૂપિયા ઉપાડવામાં ભારે હાલાકી પડે છે. ત્યારે આ બાબતે માંડલ બ્રાન્ચ મેનેજર હિમાંશુભાઈ ગોહિલને એટીએમ મશીન ક્યારે ચાલુ થશે જે પૂછવા ફોન દ્વારા સંપર્કો હતા તેઓ ફોન રિસીવ કરતા નથી. અને રૂબરૂ પૂછવા જતા મારી પાસે આ બાબતે વાત કરવા સમય નથી તેમ કહી મૌન રહે છે.

અન્ય સમાચારો પણ છે...